GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ચીનમાં કોરોના વાયરસની અસરમાં ઘટાડો, વૈજ્ઞાનિકોની સામે છે આ એક મોટો પડકાર

ચીનમાં કોરોના વાયરસની અસર ઓછી જોવા મળી રહી છે. ચીન પોતાના શહેરોમાંથી લોકડાઉન હટાવી રહ્યાં છે. લગભગ 60 દિવસ પછી તમામ પ્રતિબંધ હટતાં જોવા મળી રહી છે. પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકોની સામે એક મોટો પડકાર , તે છે કોરોના વાયરસ ફરી ત્રાટકી શકવાની. સાયન્સ મેગેઝીન નેચરે હોંગકોંગ યુનિવર્સિટીના મહામારી વિશેષજ્ઞ બેલ કાઉન્સલિંગના અહેવાલથી લખ્યું છે કે આ સમય લોકડાઉનમાંથી મુક્તિ અને થોડો આરામ કરવાનો છે પરંતુ તે વાત પણ નક્કી જ છે કે કોરોના વાયરસ ફરી ત્રાટકી શકે છે.

ચીનમાં કોરોના વાયરસની અસર ઓછી જોવા મળી રહી છે

વૈજ્ઞાનિકોના મતે એવી પૂરી શક્યતા છે કે આ લહેર એપ્રિલના અંત સુધીમાં ચીનને ફરી ઘેરી શકે છે. આ ઉપરાંત બેલ કાઉન્સલિંગે વધુમાં કહ્યું કે હવે ચીને પોતના તમામ પ્રાંતમાં ફરીથી ટેસ્ટિંગ કરવા જોઈએ કે જેથી ખ્યાલ આવે કે હજુ કેટલાંક લોકો કોરોના વાયરસની પકડમાં છે. કેટલાં લોકો આ મહામારીથી ઠીક થયા છે. કેટલાં લોકો હજુ પણ સામાન્ય કહી શકાય તેવા લક્ષણોથી ફરી બીમાર પડી શકે છે.

હજુ પણ વૈજ્ઞાનિકોની સામે એક મોટો પડકાર , તે છે કોરોના વાયરસ ફરી ત્રાટકી શકવાની

હોંગકોંગ યુનિવર્સિટીના શોધકર્તાએ જણાવ્યું કે હાલ ચીનમાં વાહન વ્યવહાર યોગ્ય થયો છે. લોકો ઘણાં દિવસથી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યાં છે તેવામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણથી બીમાર લોકો ફરી આ બીમારી ફેલાવી શકે છે. ત્યારે તેમના મતે આવા લોકોની તપાસ કરાવવામાં આવે નહીંતર એપ્રિલના અંત સુધીમાં કોરોના વાયરસથી સામાન્ય કે નબળા સ્તર બીમાર લોકો ગંભીર રીતે બીજી લહેરમાં આવી શકે છે. આ ઉપરાંત આ કાઉન્સેલિંગે કહ્યું કે હાલ ઘણાં લોકો ઈમ્યુન થઈ ગયા છે પરંતુ વુહાનમાં માત્ર 10 ટકા લોકો જ કોરોના બાદ ઈમ્યુન થયા છે. ત્યારે આનો ઈલાજ માત્ર વેક્સિન હોય શકે છે પરંતુ તે લગભગ એક વર્ષ બાદ આવશે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

READ ALSO

Related posts

ભાજપના આ પૂર્વ મુખ્યમંત્રીના પત્નિને છે ફોટા પડાવવાનો શોખ, ચાલુ મીટિંગે કાગળ પર એવું લખી નાખ્યુ કે હવે થઈ રહ્યા છે ટ્રોલ

Pravin Makwana

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના યુદ્ધાભ્યાસથી ચીનના પેટમાં ઉપડ્યો દુઃખાવો, ટ્રમ્પ પ્રશાસનને આપી ચેતવણી

Mansi Patel

નેપાળે બેન કરી ભારતીય ન્યૂઝ ચેનલો, ફક્ત આ ચેનલનું ચાલુ રહેશે પ્રસારણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!