GSTV

ચોંકાવનારો ખુલાસો! આ દેશમાં ફ્રીજની ખાદ્ય સામગ્રીના પેકેટ પર જીવતો મળ્યો કોરોના વાયરસ

કોરોના વાઇરસ ફેલાવનારા ચીન દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરાયો છે, ચીનના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી તપાસ દરમિયાન રેફ્રિજરેટરમાં ફ્રીઝ કરાયેલા પેકમાં જીવતા કોરોના વાઇરસ મળી આવ્યા છે. જેને પગલે ચીનમાં પ્રશાસન દોડતુ થઇ ગયું છે અને આવી દરેક વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે.

રેફ્રિઝરેટેડ પદાર્થોની આયાત કરવી જોખમકારક

કોરોના વાઇરસ આવી ફ્રીજમાં મુકાયેલી વસ્તુઓને સ્પર્શ કર્યા બાદ તેના સ્તર પર ઘણા સમય સુધી રહી શકે છે. ચીનના શેનડોંગ પ્રાંતમાં આ ઘટના સામે આવી છે જેને પગલે આવી દરેક વસ્તુઓની ચકાસણી થઇ રહી છે અને લોકોને વસ્તુઓને તેમજ હાથને ધોવાની સલાહ આપવામાં આવી રહી છે. જે પ્રાંતમાં આ કોરોના વાઇરસ વસ્તુ પર મળી આવ્યો છે ત્યાં અગાઉ પણ આ જ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. અગાઉ ચીને ચેતવણી આપી હતી કે રેફ્રિઝરેટેડ પદાર્થોની આયાત કરવી જોખમકારક સાબિત થઇ શકે છે.

ટ્રાન્સપોર્ટ થતા હોય તેવા કોઇ પુરાવા નથી મળ્યા

અન્ય દેશોમાંથી આવતા આવા પેકિંગ અને વસ્તુઓની તપાસ દરમિયાન અનેક વખત વાઇરસ મળી આવ્યા હતા. જેને પગલે ચીને ઇન્ડોનેશિયા, પ્રાઝિલ જેવા દેશોમાંથી સી ફૂડ અને ફ્રોઝન વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે ડબલ્યુએચઓનો દાવો છે કે ફૂડ પેકેજ દ્વારા વાઇરસ ટ્રાન્સપોર્ટ થતા હોય તેવા કોઇ પુરાવા નથી મળ્યા. બીજી તરફ કોરોના વાઇરસના રિઇન્ફેક્શનના કેસો પણ સામે આવવા લાગ્યા છે, ભારતમાં આવા ત્રણ કેસો નોંધાઇ ચુક્યા છે જ્યારે વિશ્વમાં તેની સંખ્યા બે ડજનથી પણ વધુ માનવામાં આવે છે. આ સ્થિતિ વચ્ચે બ્રિટનના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસની રિઇન્ફેક્શનનો પણ ખતરો રહેલો છે.

કોરોના વાઇરસનો ફરી ચેપ લાગી શકે

બ્રિટનના જેનોમિક્સ કન્સોરિયમ દ્વારા જારી રિપોર્ટમાં દાવો કરાયો છે કે એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે કેવા પ્રકારના લોકોને કોરોના વાઇરસનો ફરી ચેપ લાગી શકે છે પણ તેની શક્યતાઓ જરૂર રહેલી છે. અન્ય પ્રકારના કોરોના વાઇરસનો માનવ શરીર કેવી રીતે પ્રતિકાર કરી શકે છે તેના પર નિર્ભર રહે છે. આજે એક જ દિવસમાં ચાર લાખ કેસ ઉમેરાતાં હાલ વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા હવે ચાર કરોડની નજીક પહોંચવા આવી છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 11 લાખને પાર કરી ગયો છે.

માત્ર ચાર લાખ જેટલા કેસોનું જ અંતર

સૌથી વધુ કેસોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે અને બીજા ક્રમે ભારત છે, બન્ને દેશો વચ્ચે માત્ર ચાર લાખ જેટલા કેસોનું જ અંતર છે, તેથી ટુંક સમયમાં ભારત કોરોનાના કેસોમાં નંબર એક પર આવી જાય તેવી શક્યતાઓ છે.

READ ALSO

Related posts

પાર્થિવે કહ્યું 15 વર્ષ બાદ સ્ટિવ વો સામે સ્લેજિંગનો બદલો લીધો હતો, કપિલ શર્માના શોમાં આખી ઘટના કહી

Pravin Makwana

સાઉથ આફ્રિકન ખેલાડીને કોરોના, અજીબ કારણોસર ઇંગ્લેન્ડ સામેની વન-ડે મોકૂફ રખાઈ

Pravin Makwana

કોરોનાકાળમાં HRCT સ્કેન કરાવતા હોય તો સાવધાન, ડોક્ટરોએ આપી આ ચેતવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!