GSTV
News World ટોપ સ્ટોરી

કોરોનાની સ્થિતિ બની બેકાબુ, ચીની સરકારે શાંઘાઇમાં લશ્કરના 2000 જવાનો તૈનાત કર્યા

ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 13,000 કેસો નોંધાયા હતા જેમાંથી 9,000 કેસો તો શાંઘાઇમાં જ નોંધાયા હતા. ચીનની સરકારે શાંઘાઇમાં ફેલાઇ રહેલા કોરોનાના ચેપને કાબૂમાં લેવા માટે વિવિધ પ્રાંતમાંથી 10,000 આરોગ્ય કર્મચારીઓ શાંઘાઇ રવાના કર્યા છે.તેમાં 2,000 મિલિટરી મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે.ચાઇના ડેઇલી અખબારના અહેવાલ અનુસાર જિઆંગસુ અને ઝેજિઆંગ પ્રાંતમાંથી લગભગ 15,000 આરોગ્ય કર્મચારીઓને હોસ્પિટલોમાંથી બસોમાં બેસાડીને શાંઘાઇ રવાના કરવામાં આવ્યા હતા. રવિવારે લશ્કરની ત્રણે પાંખમાંથી 2000 કરતાં વધારે કર્મચારીઓ શાંઘાઇમાં આવી પહોંચ્યા હતા. સોમવારે શાંઘાઇમાં તેના અઢી કરોડ રહેવાસીઓનુ સામૂહિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

જિલિન પ્રાંતમાં પણ કોરોનાના નવા 3500 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના ભારે ચેપી વેરિઅન્ટ બીએ.2ના કેસો મોટાપાયે નોંધાવાને પગલે ચીનની ઝીરો કોવિડ સ્ટ્રેટેજીની આકરી કસોટી થઇ રહી છે.આ સ્ટ્રેટેજી અનુસાર જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તેમને આઇસોલેટ કરી અલગ રાખવામાં આવે છે.

શાંઘાઇમાં એક્ઝિબિશન હોલને વિરાટ આઇસોલેશન સેન્ટરમાં ફેરવી નાંખવામાં આવ્યા છે જ્યાં કોરોનાનો ચેપ ધરાવતાં લોકોને કામચલાઉ પાર્ટિશન દ્વારા પથારીઓને અલગ રાખવામાં આવે છે. શાંઘાઇમાં ઓપરેશન ધરાવતી પાંચમાંથી ત્રણ વિદેશી કંપનીઓએ જણાવ્યું હતું કે તેમણે આ વર્ષે તેમના વેચાણમાં ઘટાડો થવાની તૈયારી રાખી છે.

અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 120 કંપનીઓના કરવામાં આવેલા એક સર્વે અનુસાર ત્રીજા ભાગની કંપનીઓએ મૂડીરોકાણમાં વિલંબ થવાનું જણાવ્યું હતું. ફોક્સવેગન દ્વારા સ્પેર પાર્ટસના અભાવે ઉત્પાદનને ઘટાડવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.દરમ્યાન યુએસમાં જામા જર્નલ ઓફ પેડિયાટ્રિક્સમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર પાંચ વર્ષ કરતાં ઓછી વયના બાળકોમાં ઓમિક્રોનેની સરખામણીમાં ડેલ્ટાનો ચેપ ઓછો હાનિકારક પુરવાર થયો છે.

Read Also

Related posts

અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન

Nakulsinh Gohil

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV