GSTV

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Last Updated on September 26, 2021 by Zainul Ansari

ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ પણ ચીને વાતચીતની આડમાં સરહદી વિસ્તારોમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું. ચીન સરહદે પોતાના સૈનિકોને લાંબા સમય સુધી તૈનાત રાખવાનો એજન્ડા ધરાવે છે.

ચીન લાંબા સમય સુધી પોતાના સૈનિકોની તૈનાતીને જાળવી રાખવા માંગે છે. સૂત્રોએ એક ગંભીર જાણકારી પણ આપી. તેમણે જણાવ્યું કે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ પણ ગત વર્ષે જ ચીને પોતાના વિસ્તારમાં કામ શરૂ કરી દીધુ હતુ. સૂત્રોનું કહેવું હતુ કે ઠંડીની સીઝનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ચીન તરફથી હજુ પણ ઘણા સ્થળોએ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

ચોંકાવનારી વાત તો એ છે કે ચીને એપ્રિલ-2020થી તૈનાત પોતાની કોઈ પણ સૈન્ય ટુકડીને પરત લીધી નથી. વર્તમાન સમયમાં પણ ચીની સેના ભારતીય સરહદની પાસે પોતાના સૈનિકોને લાંબાગાળા સુધી તૈનાત રાખવાના એજન્ડા પર કામ કરી રહી છે. ચીનનો ઇરાદો કેટલો ખતરનાક છે તેનો અંદાજો તે વાત પરથી જ લગાવી શકાય છે કે ચીની સેના ભારતીય સેનાની પાસે તિબેટના ગામોમાં સૈન્ય ઠેકાણાઓના નિર્માણમાં ભારે રોકાણ કરી રહી છે.

ચીન

સૂત્રોનું કહેવું છે કે ચીન આ સુવિધાઓનું નિર્માણ એટલા માટે કરી રહ્યું છે કારણ કે તેની સેનાનો એક રક્ષા પંક્તિ તરીકે ઉપયોગ કરી શકાય. એટલું જ નહીં ચીનની મંશા આ સરહદી વિસ્તારોમાંથી નવી ભરતી કરવાની પણ છે. ચીન પોતાના એજન્ડામાં ગતિ લાવવા માટે આ પહાડી વિસ્તારોના યુવાનોને આકર્ષિત કરવામાં લાગ્યું છે.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!