નવી દિલ્હી: દુનિયામાં અન્ય દેશોના પ્રદેશો પર સતત નજર બગાડનારા ચીનનો ડોળો હવે ચાંદ પર છે. ઇન્ડો-પેસેફિક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન્સ-આઇપીસીએસસી-ના અહેવાલ અનુસાર નાસાના સંચાલક બિલ નેલ્સને ચેતવણી આપી છે કે ચીન ચન્દ્રના સંસાધન સમૃદ્ધ ક્ષેત્રો પર પોતાનો દાવો કરી શકે છે. ચીન સ્પેસ એક્સપ્લોરેશન મારફતે આર્થિક લાભ મેળવવા માંગે છે. ચીનનો ઇરાદો દસ ટ્રિલિયન ડોલર્સ કમાવાનો છે. ચીન ટૂંક સમયમાં જ ચન્દ્ર પર કબજો જમાવવા માટે પેંતરાબાજીઓ શરૂ કરી દેશે. જેને કારણે દુનિયાની વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર થશે. ચીને ૨૦૨૦માં એક ઇકોનોમિક ઝોન ચન્દ્ર પર સ્થાપવાની જાહેરાત કરી હતી. આ ઇકોનોમિક ઝોનમાંથી ચીન દસ ટ્રિલિયન ડોલર્સની કમાણી કરવાનો ઇરાદો ધરાવે છે.

નાસાના સંચાલક બિલ નેલ્સને પહેલી જાન્યુઆરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમને ચિંતા છે કે ચીન ચન્દ્ર પર તેના પસંદગીના વિસ્તારોમાં સાયન્ટિફિક રિસર્ચ સુવિધાઓ બનાવશે અને પછી તેના પર પોતાના સાર્વભૌમત્વનો દાવો કરશે. ગયા વર્ષે ચીને ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર એક સ્પેસ સ્ટેશન તરતું મૂક્યુ હતું જે હાલ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. આ સ્પેસ સ્ટેશન દ્વારા ચન્દ્ર પરથી ખડકોના નમૂના મેળવવા માટે ચીને ઘણાં મિશનો લોન્ચ કર્યા છે.
આઈપીસીએસસીના અહેવાલ અનુસાર ચીન ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર ઓટોનોમસ લૂનાર રિસર્ચ સ્ટેશન બનાવવાની પણ યોજના ઘડી છે. આ સ્ટેશન ૨૦૨૫માં શરૂ થવાની ધારણા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ચીન આર્થિક લાભ મેળવવા અને રાજકીય કારણોસર સ્પેસ વોર જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૨૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ અમેરિકન સ્પેસ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ નીના અરમાગ્નોએ ઓસ્ટ્રેલિયાના યુદ્ધનીતિ સંસ્થાનને જણાવ્યું હતું કે ચીન અમેરિકાને પાછળ મુકીને આગળ નીકળી જશે તેવો મને ડર છે. સંભવ છે કે સૈન્યના મામલે પણ ચીન અમેરિકાથી આગળ નીકળી જાય.
અરમાગ્નોના જણાવ્યા અનુસાર ચીન મિલિટરી સ્પેસ ટેકનોલોજીમાં સેટેલાઇટ કમ્યુનિકેશન્સ અને અનેકવાર ઉપયોગમાં લઇ શકાય તેવા સ્પેસક્રાફ્ટ યાને અંતરિક્ષ યાન બનાવી રહ્યું છે. ચીન પાસે પહેલેથી જ લોંગ માર્ચ ૮આર અને લોંગ માર્ચ ૯ જેવા અંતરિક્ષ યાન મોજૂદ છે. આ ઉપરાંત ચીન સબ ઓર્બિટલ અને ઓર્બિટલ અંતરિક્ષ યાન તૈયાર કરી રહ્યું છે.
ચીને ૧૬ જાન્યુઆરીએ જારી કરેલા સીએએસસી બ્લુ પેપર અનુસાર ચીન ૨૦૨૩માં ૬૦થી વધારે સ્પેસ મિશન લોન્ચ કરશે અને તેના દ્વારા ૨૦૦થી વધારે અંતરિક્ષયાન મોકલશે. એક જ વર્ષમાં તિયાનજોઉ-૬ કાર્ગો ક્રાફ્ટ, શેન્ઝોઉ-૧૬ અને શેન્ઝોઉ-૧૭ ફલાઇટ મિશન સંપન્ન કરશે. ચીને અનેક એવી યોજનાઓ બનાવી છે જેના દ્વારા તે સ્પેસમાં યુએસને કાંટાની ટક્કર આપશે.
READ ALSO
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી