GSTV

વિવાદોથી ટેવાયેલા ચીને ફરી એક વાર કરી મધપૂડામાં આંગળી, હવે આ શહેર પોતાનું હોવાનું દાવો કર્યો

ભારત સાથે લદ્દાખ સરહદે ચાલી રહેલા વિવાદની વચ્ચે ચીને બીજા એક મધપૂડામાં આંગળી કરી છે. ચીન હવે રશિયાના શહેર વ્લાદિવોસ્તોક પર પોતાના દાવો ઠોક્યો છે. ચીનના સરકારી ચેનલના સંપાદક શેન સિવઈ દાવો કર્યો છે કે, રશિયાના વ્લાદિવોસ્તોક શહેર 1860 પહેલા ચીનનો ભાગ હતો. એટલુ જ નહીં, તેમણે એવુ પણ કહ્યુ કે, આ શહેર પહેલા હૈશેનવાઈના નામથી ઓળખાતો હતો, જેને રશિયાએ એકતરફી સંધિ અંતર્ગત ચીન પાસેથી છીનવી લીધું હતું. આમ તો ચાઈના અને રશિયા વચ્ચે સૈન્ય સંબંધો સારા માનવામાં આવે છે, પણ હવે તેને લઈને ડ્રેગનનું વલણ બદલાયેલુ લાગે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ભારત અને રશિયા વચ્ચે સંબંધો વધારે મજબૂત થઈ રહ્યા હોય.

સંપાદકની આ ટિપ્પણી આટલી મહત્વની કેમ


ચીનમાં જેટલા પણ મીડિયો સંગઠનો છે, તે તમામ સરકારી છે. જેમાં બેઠેલા લોકો ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ઈશારે જ લખી અને બોલી રહ્યા છે. કહેવાય છે કે, ચીની મીડિયામાં લખાયેલી કોઈ પણ વાત ત્યાંની સરકારની ભાષા બોલે છે. ત્યારે આવા સમયે શેન સિવઈનું ટ્વીટ મહત્વનું થઈ જાય છે. હાલના દિવસોમાં રશિયા સાથે ચીનને ખટાશ આવી છે.

એશિયામાં ક્યા ક્યા દેશોને છે ચીનનો ખતરો

એશિયામાં ચીનની વિસ્તારવાદી નીતિયોથી ભારતને સૌથી મોટો ખતરો છે. જેનુ પ્રત્યક્ષ ઉદાહરણ ચીની ફોઝ લદ્દાખમાં જમાવડો કરી રહી છે. આ ઉપરાંત ચીન અને જાપાનમાં પણ પૂર્વ ચીન સાગરમાં સ્થિત દ્વીપોને લઈ તણાવ ચરમ પર છે. હાલમાં જ જાપાનમાં એક ચીની પનડુબ્બીને પોતાના ક્ષેત્રમાંથી ખદેડી મુક્યુ હતું. ચીન તાઈવાન પર પણ ઘણી વાર ખુલ્લેઆમ ધમકી આપતુ દેખાય છે. હાલમાં ચીની ફાઈટર પ્લેન પણ તાઈવાનના હવાઈ વિસ્તારમાં જોવા મળે છે. તો વળી ચીન ફિલીપાઈન્સ, મલેશિયા, ઈંડોનેશિયા સાથે પણ વિવાદમાં ઘેરાયેલુ છે.

રશિયાનો મોટો નૌસૈનિકોનો અડ્ડો છે વ્લાદિવોસ્તોક

રશિયાનું વ્લાદિવોસ્તોક શહેર પ્રશાંત મહાસાગરમાં તૈનાત તેના મોટો મુખ્ય બેઝ છે. રશિયાના ઉત્તર પૂર્વ સ્થિત આ શેહર પ્રિમોસ્ક્રી ક્રાય રાજ્યની રાજધાની છે. આ શહેર ચીન અને ઉત્તર કોરિયાની સરહદ નજીક છે. વેપાર અને ઐતિહાસિક દ્રષ્ટિએ આ શહેર રશિયાનું મુખ્ય શહેર મનાય છે. રશિયામાં થતા મોટા ભાગના વેપાર અહીંના પોર્ટ પરથી જ થાય છે. અહીં બીજી વિશ્વ યુદ્ધમાં જર્મની અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ થયુ હતું.

READ ALSO

Related posts

કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO

Bansari

ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી

Sejal Vibhani

મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!