GSTV

ડ્રેગનના બક્કલ થયા ઢીલા / ચીને બલોચ વિદ્રોહીઓના ખૌફથી બદલી નાખ્યું ઈકોનોમી કોરિડોરનું કેન્દ્ર, હવે કરાચીનો કરશે ‘વિકાસ’

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલોચ વિદ્રોહીઓના ડરને પગલે હવે પાકિસ્તાન અને ચીને ગ્વાદર પોર્ટને પાકિસ્તાન-ચાઇના આર્થિક કોરિડોર યોજનાનું કેન્દ્ર બનાવવાના નિર્ણયને પડતો મુક્યો છે. ચીન અને પાકિસ્તાનની આ યોજના બલોચિસ્તાનના વિદ્રોહીઓના નિશાના પર છે અને હુમલા પણ વધી રહ્યા છે.

ચીનની સીપીઆઇસી યોજના તેના બેલ્ડ એંડ રોડની યોજનાનો હિસ્સો છે. હાલમાં જ પાકિસ્તાન અને ચીન વચ્ચે કરાચી પોર્ટને ડેવલપ કરવાની યોજના પર સહમતી બની હતી. કરાચી શહેર સિંધ પ્રાંતની રાજધાની અને પાકિસ્તાનના આિર્થક વિકાસનું કેન્દ્ર પણ માનવામાં આવે છે.

જાપાની અખબાર નિક્કેઇના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી જારી માહિતી અનુસાર ચીન આશરે સાડા ત્રણ અબજ ડોલર આ યોજના પાછળ ખર્ચ કરવા જઇ રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ આ અહેવાલોની ખાતરી કરી હતી. કરાચી પોર્ટની આ યોજના અંતર્ગત પોર્ટનો વિકાસ કરવો, માછીમારી માટે અન્ય પોર્ટને વિકસીત કરવા અને 640 હેક્ટરના વિસ્તારમાં વેપાર ઝોનની સૃથાપના કરવી વગેરે સમાવેશ થાય છે.

જેમાં એક પુલ પણ બનાવવામાં આવશે જે કરાચી પોર્ટને મનોરા દ્વીપની સાથે જોડશે. વોશિંગ્ટનમાં દક્ષિણ એશિયા મામલાઓના નિષ્ણાત મલિક સિરાજ અકબરનું માનવુ છે કે કરાચીમાં કાયદો વ્યવસૃથાની સાથે ઇન્ફ્રા. પણ સારૂ હોવાથી ચીન તેમાં રસ લઇ રહ્યું છે. એટલે કે અગાઉ ચીનની નજર ગ્વાદર પોર્ટ પર હતી પણ તેને પડતુ મુકીને ચીન હવે કરાચી પર વધુ ધ્યાન આપી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!