GSTV
Home » News » ચીને બનાવ્યુ 500 કિલો સામાન લઈને ઉડી શકે એવું માનવરહિત પ્લેન

ચીને બનાવ્યુ 500 કિલો સામાન લઈને ઉડી શકે એવું માનવરહિત પ્લેન

યુદ્ધ ક્ષેત્રે મહત્વના પગલા ભરતાં ચીને પાંચસો કિલોથી વધુ વજનનો સામાન લઈને જઈ શકવાની ક્ષમતા ધરાવતા એક માનવરહિત વિમાનનં સફળ પરિક્ષણ કર્યુ છે. પરીક્ષણ હેઠળ ચીનની સેનાએ માનવરહિત વિમાન દ્વારા પાંચ સો કિલોગ્રામથી વધુનો વજનના સૈન્યનાં સામાનને 500 કિલોમીટર દુર દુર્ગમ પઠારી ક્ષેત્ર સ્થિત લક્ષ્ય સુધી સફળતાપૂર્વક પહોંચાડ્યુ હતુ.

સરકારી ટીવી ચેનલ દ્વારા પ્રકાશિત કરાયેલાં રિપોર્ટ મુજબ, વિમાનમાંથી સામાન નીચે ઉતારવા માટે પૈરાશૂટનો ઉપયોગ કરાયો હતો. આ ઉપલબ્ધિએ હવે ચીનને એટલું સક્ષમ બનાવી દીધુ છેકે, તે હવે દુર્ગમ યુદ્ધ ક્ષેત્રોમાં પણ પેરાશૂટના માધ્યમથી સૈન્ય ઉપકરણો અને સામાગ્રીને સરળતાથી પહોંચાડી શકશે.

રિપોર્ટ મુજબ, હાલમાં થયેલાં આ પરીક્ષણને ચીનના ઉત્તર પશ્વિમી ભાગમાં ગાંસૂ પ્રાંતના ઝાંગ્યે વિસ્તારમાં અંજામ અપાયો હતો. તેને ચીન સેનાના નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને સરકારનાં સ્વામિત્વવાળા ચીન એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશને સંયુક્ત રૂપે પુરૂ કર્યુ હતુ. એક એન્જીનવાળા આ માનવરહિત વિમાનને સૈન્ય સામગ્રીને સફળતાપૂર્વક નક્કી કરેલી જગ્યાએ પહોંચાડી હતી.

માનવરહિત વિમાનની વિશેષતા

આની સૌથી મોટી ખાસિયત એછેકે, આ વિમાન યુદ્ધ ક્ષેત્રમાં જઈને સૈન્યને સરળતાથી સામાન પહોંચાડી શકે છે. દુશ્મનથી ખતરાની સ્થિતીમાં આ યોગ્ય છે. કારણકે, નિશાને આવવા પર પણ કોઈ જાનહાનિ થશે નહી.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!