GSTV
Home » News » કર્મચારીને લાત મારી ઝુ માંથી ભાગ્યો ચિમ્પૅન્ઝી, વીડિયો થયો વાયરલ

કર્મચારીને લાત મારી ઝુ માંથી ભાગ્યો ચિમ્પૅન્ઝી, વીડિયો થયો વાયરલ

ચાઇનાના હેફી વાઇલ્ડલાઇફ પાર્કમાં ચિમ્પૅન્ઝીએ અચાનક ઝૂમાંથી ભાગી જવાનો પ્રયાસ કરવાનું શરૂ કર્યું. તે જ સમયે જ્યારે કોઈ કર્મચારીએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કૂદકો મારી તેને નીચે પટકી દીધો. આ સમય દરમિયાન ચિમ્પૅન્ઝીએ પ્રાણી સંગ્રહાલયમાં હાજર લોકોને પણ હેરાન કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યોં છે.

આ 12 વર્ષના ચિમ્પૅન્ઝીને યાંગ યાંગ નામ આપવામાં આવ્યું છે. આ બનાવ બન્યો ત્યારે ઝૂમાં ભીડ હતી. આ સમય દરમિયાન, ચિમ્પૅન્ઝી પાંજરામાંથી બહાર નીકળી આવ્યો. ઝૂ કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે લાત મારી અને છત પર ચઢી ગયો. આ પછી યાંગને ટ્રાંસક્વિલાઈઝર ડાર્ટથી ગોળી મારી હતી અને બેભાન થયા બાદ તેને પીંજરામાં પાછો પૂરવામાં આવ્યો હતો.

વૃક્ષની સહાય લઈને બહાર નિક્ળ્યો

પાંજરામાંથી બહાર નીકળવા માટે ચિમ્પૅન્ઝીએ વાંસના વૃક્ષનો ઉપયોગ કર્યો હતો. તે વાંસના વૃક્ષ પર ચઢી અને ભાગી ગયો. ચિમ્પૅન્ઝીના લોકો વચ્ચે આવવાથી ભાગદોડ મચી ગઈ હતી.

READ ALSO

Related posts

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi

આ વ્યક્તિએ ચાઈનીઝ નૂડલ્સનાં પેકેટથી બનાવ્યું ઘર, PHOTOS જોશો તો રહી જશો દંગ!

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!