GSTV
News Trending World

શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો

ચીનમાં એક હેકર દ્વારા શંઘાઇ શહેર દ્વારા ચલાવવામાં આવતી કોવિડ એપને હેક કરવામાં આવી છે. આ એપ કોવિડના ઉપચાર અને જાગૃતિ માટે સરકારે લોંચ કરી હતી. આ એપ દરેક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે ઉપયોગ કરવો ફરજીયાત છે. એપ લોકોને લાલ,પીળા અને લીલા રંગનો રેટિંગ ડેટા વાયરસની શકયતા દર્શાવે છે. ચીનમાં લોકોએ જાહેર સ્થળોએ પ્રવેશ કરતા પહેલા આ એપનો કોડ બતાવવો પડે છે. એપના ડેટાને શાંઘાઇના પ્રશાસન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. 

આ એપમાં 48.5 મિલિયન એટલે કે 4.85 કરોડ લોકોનો વ્યકિતગત ડેટા છે. હવે આ ડેટા લીક થવાનો ખતરો વધી ગયો છે કારણ કે ચીની હેક્રર્સ દ્વારા ડેટા લીક કરવાનું એક મહિનામાં બીજી વાર બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એકસજેપી નામના હેકરે એક હેકર બ્રીચ ફોરમ પર 4000 ડોલરમાં ડેટા વેચાવાની ઓફર પોસ્ટ કરી છે. હેકરે ફોન નંબર, નામ અને ચાઇનિઝ ઓળખ નંબર,સહિત 47 લોકોને એક ફોર્મ મોકલ્યું હતું. 

Related posts

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

pratikshah

પીએમ મોદી-ઝેલેન્સકીની વાતચીતથી અમેરિકા ખુશ! કહ્યું- પુતિનને આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ થલગ કરી દીધા હતા

Hemal Vegda

બધાના મંદિર, પાણી અને સ્મશાન એક હોવા જોઈએ: મોહન ભાગવતે કર્યો જાતિવાદનો વિરોધ

Hemal Vegda
GSTV