GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ચીનીઓને મટન અને બીફ ખાવાના શોખ ભારે પડશે : Corona આમાં ફેલાતાં વધ્યા નવા કેસ, ઉડી ગઈ ઊંધ

Corona

ચીનના વુહાન શહેરની માટ માર્કેટમાંથી ફેલાયેલા કોરોના (Corona) વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીનનું ઔધોગિકનગર વુહાનને તો કોરોના મુકત બની ગયું પરંતુ પાટનગર બેઇજિંગમાં નવા કેસ વધતા જાય છે. બેઇજિંગથી ૧૫૦ કિમી દૂર આવેલા એક વિસ્તારમાં લોક ડાઉનની ફરજ પડી છે. ચીન સત્તાવાળાઓ વાયરસ સંક્રમણ રોકવા વુહાન જેવા જ પગલા ભરી રહયા છે. ચીનની એપેડેમિક ટાસ્કફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એકશન કાઉન્ટીમાં દરેક પરીવારના માત્ર એક માણસને ફૂડની ખરીદી માટે બહાર જવાની છુટ આપવામાં આવી છે.

બેઈજિંગમાં 24 કલાકમાં 14 કેસ

Corona

બેઇજિંગમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૪ કેસ સામે આવ્યા છે. આ સાથે જ બે કરોડની વસ્તી ધરાવતા આ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૧૧ થઇ છે. ચીનમાં કોરોના વાયરસ પર કાબુ મેળવી લેવાનો દાવો કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે સપ્તાહથી બેઇજિંગમાં અને હુબેઇ પ્રાંત આસપાસના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં નવેસરથી કોરોના વાયરસ ફેલાઇ રહયો હોવાનું પ્રમાણ જુનના મધ્યમાં સ્પષ્ટ જણાવા લાગ્યું હતું. આ વાયરસે બેઇજિંગના શિનફાદી નામના વિસ્તારમાં દેખા દીધી છે જે સૌથી મોટું મીટ બજાર ગણાય છે. નવા આવેલા કોરાના ૫૦ ટકાથી પણ વધુ કેસ બીફ અને મટન સેકશન સાથે જોડવામાં આવી રહયા છે.

એક મહિના માટે ક્વોરન્ટાઈન

શિનફાદી બીજુ વુહાન મીટ માર્કેટ ના બને તે માટે અહીંયા કામ કરતા લોકોને એક મહિના માટે કવોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ એકશન કાઉન્ટીથી શિનફાદી બજારમાં તાજા પાણીની માછલીઓનો પુરવઠો મોકલવામાં આવે છે. બેઇજિંગમાં કોરોના સંક્રમણનો નવો તબક્કો આમ તો નિયંત્રણમાં છે તેમ છતાં ચીનના સરકારી તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. બેઇજિંગમાં આ મહામારી કયાંથી ફેલાઇ છે તેના સોર્સની તપાસ કરવી જરુરી બની છે જો કોરોના સંક્રમણના વાહકો વિશે જાણવા નહી મળે ત્યાં સુધી સ્થિતિ ગંભીર અને જટિલ રહેવાની છે. છેલ્લા કેટલાક સમયથી બેઇજિંગના શિનફાદીમાં રેસ્ટોરન્ટસ સાથે કામ કરનારા લોકોનું મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવી રહયું છે. ચોકકસ વિસ્તારોમાં સ્કૂલને ફરી બંધ કરવામાં આવી રહી છે.

બેઈજિંગથી બહાર જતી વ્યક્તિને કોરોના ટેસ્ટ ફરજીયાત

નવા નિયમ મુજબ બેઇજિંગથી બહાર જતી વ્યકિતએ કોરોના નેગેટિવ રિપોર્ટ કઢાવવો પડશે જે માત્ર ૭ દિવસ સુધી માન્ય ગણવામાં આવશે.ગત સપ્તાહના અંતમાં ત્રણ દિવસનો ડ્રેગન બોટ ફેસ્ટિવલ યોજાયો જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. જો કે આ તાજેતરની ઘટના હોવાથી તેની સાથે સંકળાયેલા નવા સંક્રમણ અંગે આગામી સમયમાં જાણવા મળશે. ચીનમાં કુલ ૮૪૭૪૩ કોરોના સંક્રમિત દર્દીઓ હતા જેમાંથી ૭૯૫૯૧ સાજા થયેલા છે જયારે ૪૬૧૧ના મોત થયા છે. હાલમાં ૫૧૧ કોરોનાના એકટિવ કેસ છે જેમાં બેઇજિંગમાં સૌથી વધારે છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!