GSTV

અરૂણાચલમાં ચીનના ગામ વસાવવા મુદ્દે કોંગ્રેસ-ભાજપના એકબીજા પર પ્રહાર, BJP સાંસદે કહ્યું- ‘1980થી ચાલી રહ્યું છે આ બધુ..’

Last Updated on January 19, 2021 by Ali Asgar Devjani

અરૂણાચણ પ્રદેશમાં ચીન દ્વારા એક ગામ વસાવવાના અહેવાલ પર દેશમાં રાજનીતિ ગરમાઇ છે. ભાજપના સાંસદ તાપિર ગાઓએ કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કોંગ્રેસને સવાલ કર્યો કે, ‘ચીને 80ના દાયકાથી આપણી જમીન પર કબ્જો કર્યો છે. તો પછી કોંગ્રેસે તે સમયે શા માટે કાર્યવાહી કરી નહોંતી. કોંગ્રેસની ખોટી નીતિઓના પરિણામ દેશને ભોગવવા પડી રહ્યા છે.’

પૂર્વ વડાપ્રધાન પર લગાવ્યો આ આરોપ

તાપિર ગાઓએ દાવો કર્યો હતો કે, ‘કોંગ્રેસના શાસનકાળમાં જ ચીને તવાંગના સુમદોરોંગ ચૂ ઘાટી પર કબ્જો કરી લીધો હતો. તત્કાલીન સેના પ્રમુખે ચીની સૈન્ય ટુકડીઓને પાછળ ધકેલવા માટે એક ઓપરેશનની યોજના પણ બનાવી હતી. પરંતુ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેની મંજૂરી આપી નહોતી. ચીન આ વિસ્તારમાં 1980ના દાયકાથી જ માર્ગોનું નિર્માણ કરી રહ્યું છે.’

READ ALSO

Related posts

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!