GSTV
Gujarat Government Advertisement

ભારત ઘોર નિંદ્રામાં/ અરૂણાચલ પ્રદેશમાં ચીને વસાવી દીધું આખેઆખું ગામ, આ સેટેલાઇટ ઇમેજે કર્યો ડ્રેગનની ‘મેલી મુરાદ’નો ખુલાસો

ચીન

Last Updated on January 19, 2021 by Bansari

લદ્દાખમાં હજુ સરહદી વિવાદ ઉકેલાયો નથી ત્યાં ચીને અરુણાચલ પ્રદેશમાં ફરી વખત ઘૂસણખોરી કરી હોવાના અહેવાલ છે. સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં સરહદથી ૪.૫ કિલોમીટર અંદર એક ગામ વસાવી લીધું છે.

  • અરૂણાચલ પ્રદેશમાં ચીને ફરી કર્યુ ચંચૂપાત
  • લદ્દાખમાં ઘુસણખોરી બાદ અરૂણાચલ પ્રદેશમાં પણ પગપેસારો
  • અરૂણાચલ પ્રદેશમાં ચીને વસાવી દીધું આખેઆખું ગામ

આ સેટેલાઇટ ઇમેજે ચીનની ખોટી દાનતનો ખુલાસો કર્યો છે. અરુણાચલના સુબનસિરી જિલ્લામાં સ્થિત આ ગામમાં ચીને ૧૦૧ ઘર પણ બનાવી લીધાં છે. આ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને સૈનિકો વચ્ચે અનેક વખત સંઘર્ષ પણ થઇ ચૂક્યો છે. ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે અને અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો માનવાનો કાયમ ઇન્કાર કરે છે.

ભૂતકાળમાં ચીનના સૈનિકોએ અનેક વખત અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે. ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આ સેટેલાઇટ ઇમેજથી પણ આ વખતે ચીને આવી જ ચાલ ચાલ્યાનુ લાગી રહ્યુ છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે.

અરૂણાચલ

ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. બાદમાં બંને દેશોના પ્રતિનિધિઓ છેલ્લા છ દાયકામાં જુદાં જુદાં સ્તરે કુલ ૪૫ વખત મંત્રણાના ટેબલ પર આવી ચૂક્યાં છે તેમ છતાં સરહદી વિવાદ ઉકેલાયો નથી. લદ્દાખ બાદ અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરીને પણ ચીન ફરી વખત ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લઇ રહ્યું છે.

  • ચીનની મેલી મુરાદ
  • અરૂણાચલના સુબનસિરીના ગામમાં ચીને ૧૦૧ ઘર વસાવી દીધાં
  • સુબનસિરીમાં જ્યાં ચીને ગામ વસાવ્યું ત્યાં ભારત સાથે લાંબા સમયથી રહ્યો છે વિવાદ
  • સુબનસિરી જિલ્લાના વિવાદીત વિસ્તારમાં સૈનિકો વચ્ચે પણ થઈ ચૂક્યા છે સંઘર્ષ
  • અરૂણાચલ પ્રદેશને ચીન લાંબા સમયથી ગણાવે છે દક્ષિણ તિબેટનો હિસ્સો
  • અરૂણાચલને ભારતનો અભિન્ન હિસ્સો માનવાનો ચીન કરે છે કાયમ ઈન્કાર
  • ગુપ્ત રીતે ચીન કરે છે ક્ષેત્રીય ઘુસણખોરી
  • બીજો દેશ ચીનની ઘુસણખોરી પ્રત્યે આંખ આડા કાન કરે તો પચાવી પાડે છે પ્રદેશ
  • નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતી બદલવાની કરે છે કોશિશ
  • વાસ્તવિક પિરસ્થિતી બદલી નિર્માણ પામેલી નવી સ્થિતીને સ્વીકારી લેવા કરે છે દબાણ
  • બંને દેશોના પ્રતિનિધિઓ છ દાયકામાં ૪પથી વધુ વાર કરી ચૂક્યાં છે મંત્રણા
  • ચીન સાથે મંત્રણાં છતા નથી ઉકેલાયો સરહદી વિવાદ

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઈન્દિરા ગાંધી કાળની ઈમરજન્સીની અંતિમ નિશાનીને 46 વર્ષ બાદ મોદી-શાહે બનાવી દીધો ઈતિહાસ, બદલી દીધા આ નિયમો

Bansari

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!