GSTV

લદાખ બાદ હવે હિમાચલ સરહદ પર કપટી ચીનની મેલી નજર, બનાવી દીધા આટલા લાંબા રસ્તા

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે હિંસક અથડામણ છતાં ભારત પડોશી દેશ સાથે તંગદિલી ઓછી કરવા પ્રયાસ કરી રહ્યું છે. ચીનના સૈન્યે કરેલા અચાનક હુમલામાં 20 ભારતીય જવાનો શહિદ થઈ ગયા હતા.

ત્યાર પછી ભારતે ખૂબ જ સંયમ જાળવી ગલવાન ઘાટીના અથડામણના સ્થળેથી ચીનના સૈન્યને પાછું જવા મજબૂર કર્યું હતું, પરંતુ બંને દેશ વચ્ચે લદ્દાખ સરહદે મે મહિનાથી શરૂ થયેલા સંઘર્ષનો હજી પણ અંત આવ્યો નથી. આવા સમયે ચીન હવે હિમાચલ સરહદે પણ મોરચો ખોલી રહ્યું હોવાનું મનાય છે. ચીન હિમાચલ પ્રદેશ સરહદે રસ્તો બનાવી રહ્યું હોવાનું સ્થાનિક ગામવાસીઓનું કહેવું છે.

અંતિમ સરહદી ગામ છે કુન્નુ ચારંગના

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાનું કુન્નુ ગામ અંતિમ સરહદીય ગામ છે. કુન્નુ ચારંગના ગ્રામીણોએ ચીનના ક્ષેત્રમાં રેકી કર્યા પછી દાવો કર્યો છે કે છેલ્લા બે મહિનામાં ચીને આ સરહદે લગભગ 20 કિ.મી. લાંબો રસ્તો બનાવી લીધો છે.

કુન્નુ ચારંગના ગ્રામવાસીઓએ કર્યો દાવો

મોરંગ ખીણ ક્ષેત્રના અંતિમ ગામ કુન્નુ ચારંગના ગ્રામવાસીઓએ દાવો કર્યો છે કે ચીન રાતના અંધારામાં તિવ્ર ગતિએ ખેમકુલ્લા પાસ તરફથી રસ્તો બનાવી રહ્યું છે. ચીન તરફથી રાતના સમયે ડ્રોન પણ આવી રહ્યા છે.

નો મેન્સ લેન્ડમાં ચીને બનાવ્યા રસ્તા

લોકોએ ચીન તરફથી નો મેન્સ લેન્ડ વિસ્તારમાં રસ્તા બનાવવામાં આવી રહ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. બીજીબાજુ કિન્નૌરના પોલીસ સુપરીટેન્ડેન્ટ સાજૂ રામ રાણાએ સરહદી ગામોમાં ડ્રોન આવતા હોવાની પુષ્ટી કરી છે. જોકે, રસ્તો બનાવવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે આટલા ટૂંકા સમયમાં રસ્તો બની શકે નહીં.

ગામલોકોએ રેકી કરતા થયો ખુલાસો

બીજીબાજુ કન્નુ ચારંગ ગામના પ્રધાને કહ્યું કે કેટલાક ગ્રામવાસીઓ ખેમકુલ્લા પાસ ગયા હતા અને રેકી કરીને આવ્યા પછી સરહદ પર રસ્તો બનાવાઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગ્રામ પ્રધાને આ અંગે સલામતી એજન્સીઓની કામ કરવાની રીત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કુન્નુ ચારંગ ગામ ચીન સરહદ નજીક છે. ત્યાં સુધી પહોંચવા માટે સારો રસ્તો પણ નથી. ગ્રામીણો પાસે મોબાઈલ ફોન છે, પરંતુ કનેક્ટિવિટી ન હોવાથી ક્યાંક વાત કરવી હોય તો 14 કિ.મી. દૂર જવું પડે છે.

ચીને બે મહિનામાં લગભગ 20 કિમી રસ્તો બનાવ્યો

જણાવાય છે કે આ ગામના નવ લોકોની એક ટૂકડી 16 ખચ્ચર અને પાંચ પોર્ટર સાથે લગભગ 22 કિ.મી. દૂર સરહદની પેલે પાર ગઈ હતી. તેમની સાથે આઈટીબીપી પોલીસના કેટલાક જવાન પણ હતા. ખેમકુલા પાસ પહોંચીને ટૂકડીએ તિબેટ તરફ નજર કરી તો જોયું કે ચીને બે મહિનામાં લગભગ 20 કિ.મી. રસ્તો બનાવી લીધો છે. આ ટૂકડીના જણાવ્યા મુજબ સાંગલી ઘાટીના છિતકુલ વિસ્તાર નજીક પણ સરહદ પાર યમરંગ લા તરફ પણ રસ્તો બની રહ્યો છે. સરહથી માત્ર બે કિ.મી. દૂર સુધી રસ્તો બની ચૂક્યો છે. ચીન આ વિસ્તારમાં રાતના અંધારામાં તિવ્ર ગતિએ રસ્તો બનાવી રહ્યું છે.

MUST READ:

Related posts

અમેરિકામાં સુંદર યુવતીઓમાં સતત વધી રહ્યો છે નવો ટ્રેન્ડ, જાણો શું છે ‘Dirty Relation’

Ali Asgar Devjani

ભાજપ સાંસદ સાક્ષી મહારાજ ફરી ભાન ભૂલ્યા, વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું- ‘નેહરુ-ગાંધીથી વધુ લોકપ્રિય થતા કોંગ્રેસ સુભાષચંદ્ર બોઝની હત્યા કરાવી’

Ali Asgar Devjani

વડાપ્રધાન મોદીની તસવીરે તોડ્યા રેકોર્ડ્સ, 20 કલાકથી ઓછા સમયમાં 10 લાખથી વધુ લાઈક્સ મળી

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!