GSTV
Home » News » ડોકલામમાં ચીન દ્વારા મિલિટ્રી સ્ટ્રક્ચરનું નિર્માણ?

ડોકલામમાં ચીન દ્વારા મિલિટ્રી સ્ટ્રક્ચરનું નિર્માણ?

ભારત અને ચીન વચ્ચે મહીનાઓ સુધી વિવાદનું કેન્દ્ર રહેલા ડોકલામ વિસ્તારમાં ચીન દ્વારા સૈન્ય નિર્માણ મામલે નવી સેટેલાઈટ ઈમેજીસના આધારે એક ન્યૂઝચેનલના અહેવાલમાં કેટલીક આશંકાઓ વ્યક્ત કરાઈ છે. અહેવાલમાં દર્શાવાયેલી નવી સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચીન કેવી રીતે વિવાદીત વિસ્તારમાં સૈન્ય છાવણી બનાવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, સિક્કિમના પૂર્વમાં આવેલા ડોકલામ ખાતે પાંચ માસ સુધી લગભગ 73 દિવસ સુધી ભારત અને ચીનની સેના આમને-સામને તેનાત રહી હતી.

પ્રાપ્ત થયેલી સેટેલાઈટ તસવીરોના આધારે મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે ભૂટાનના દાવાવાળા વિસ્તારમાં ચીને 10 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ડોકલામમાં નવી સડકનું નિર્માણ કર્યું છે. નવી તસવીરોમાં વિવાદીત ક્ષેત્રમાં ઈસ્ટ-વેસ્ટ રોડના કિનારે ઘણી સૈન્ય સંરચનાઓ દેખાઈ રહી છે. આ તસવીરોમાં આખો વિવાદીત ડોકલામ વિસ્તાર દેખાઈ રહ્યો છે. જેમાં ડાબી બાજુ સિક્કિમના ડોકલામ સ્થિત ભારતીય પોસ્ટ છે. જ્યારે પૂર્વ તરફ ડોકલામ અને ચીનની વચ્ચે આવેલો સિંચે લા પાસ છે. ઉત્તર તરફ ચીનનો બિનવિવાદીત વિસ્તાર છે. આ વિસ્તારને ચુમ્બી વેલીના નામે ઓળખવામાં આવે છે.

આ સેટેલાઈટ તસવીરોમાં બે હેલિપેડ દેખાઈ રહ્યા છે. તોપો લગાવી શકાય તેવા વિસ્તારો પણ દેખાઈ રહ્યાં છે. સિક્કિમના ડોકલામ ખાતેની ભારતીય પોસ્ટથી માત્ર 81 મીટરના અંતર પર ચીનની સંરચનાઓ ઉપલબ્ધ છે. ડોકલામના વિવાદને કારણે ચીન દક્ષિણમાં પોતાની સડકનું વિસ્તરણ કરી શક્યું નથી. પરંતુ તેઓ આ વિસ્તારમાંથી હટ્યા પણ નથી.

માર્ચ-2005થી લઈને મે-2011 સુધીની ગૂગલ અર્થની તસવીરો સ્પષ્ટપણે અંતર દર્શાવે છે. પહેલી તસવીરમાં એક અસ્થાયી રસ્તો દેખાઈ રહ્યો છે. તો બીજી તસવીરમાં આ રસ્તા સ્પષ્ટ અને વધારે પહોળો દેખાઈ રહ્યો છે. સેટેલાઈટ તસવીરોના આધારે મીડિયા અહેવાલમાં માળખાગત નિર્માણ ચીન તરફથી રોકવામાં નહીં આવ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

વૈજ્ઞાનિકોએ કરોડો વર્ષ જુનાં આ જીવનાં અવશેષોની કરી શોધ, સમુદ્રની સાથે જમીન પર પણ હતા સક્ષમ

pratik shah

સોમવારે આ ખાસ સેરેમની બાદ શરૂ થશે બજેટનું પ્રિન્ટિંગ, વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા

Nilesh Jethva

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!