GSTV
India News ટોપ સ્ટોરી

લુચ્ચા ચીનની નવી ચાલ: ગુજરાત-કાશ્મીર સરહદે બંકરો બનાવ્યા, ખડકી દીધાં ઢગલાબંધ સૈનિકો

ચીન

લદ્દાખ સરહદે લગભગ બે મહિનાથી તંગદિલી ઊભી કરવાની સાથે ચીન હવે પાકિસ્તાનના રસ્તે ભારતને ઘેરવાનું કાવતરૂં ઘડી રહ્યું છે. ચીન હવે પાકિસ્તાન સરહદે પણ તેના સૈનિકોની હાજરી વધારી રહ્યું છે. ચીન કાશ્મીરથી ગુજરાતની સરહદે પાકિસ્તાનમાં એરપોર્ટની જાળ બીછાવી રહ્યું છે.

ચીનના સૈનિકોએ ભારતીય સરહદે બે એરપોર્ટ બનાવી દીધા છે અને બીજા બે એરપોર્ટ બનાવી રહ્યું છે. ચીન ભારતીય સરહદે બંકરો બનાવવામાં પણ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. આ માટે ચીને પાકિસ્તાન બાજુ ભારતીય સરહદે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે, તેની સલામતી માટે ચીનનું સૈન્ય સક્રિય છે.

રાજસ્થાનની સરહદ પર ચીને એરબેઝ તૈયાર કર્યુ

રાજસ્થાનના જેસરમેલના ઘોટારૂ સરહદની સામે 25 કિ.મી. દૂર કદનવાલીના ખેરપુરમાં ચીને એરબેઝ તૈયાર કરી દીધું છે. અહીં ચીનના સૈનિકોની હાજરી કેટલાક મહિનાઓથી વધી ગઈ છે. મહત્વની બાબત એ છે કે પાકિસ્તાનના આ એરબેઝ પર મિગ-21ના સમકક્ષ ચીનથી મળેલા ચેનગુડ જે-7 ફાઈટર વિમાન, જે.એફ.-17 ફાઈટર વિમાન, વાય-8 રડાર અને અનેક અત્યાધુનિક સંશાધન ઉતરતા રહે છે.

એજ રીતે બાડરમેરમાં મુનાબાવ સામે થારપારકરમાં પણ ચીની સૈનિકો એરપોર્ટ બનાવી રહ્યા છે. તેનું અંતર ભારતીય સરહદથી માત્ર 25 કિ.મી. છે. ચીનના સૈનિક માત્ર રાજસૃથાન સરહદ પર જ નથી, પરંતુ ગજુરાત સરહદે પણ એરપોર્ટ તૈયાર કરી રહ્યા છે. ગુજરાતની સરહદથી માત્ર 20 કિ.મી. દૂર મિઠીમાં એક એરપોર્ટ બની રહ્યું છે.

આ જ રીતે ચીન-પાકિસ્તાન કોરીડોરના નામે રેલવે ટ્રેક બીછાવવાની પણ ચીનની યોજના છે. જોકે, પાકિસ્તાનનું કહેવું છે કે ચીનની મદદથી બનેલા આ એરપોર્ટનો ઉપયોગ ચીનના ક્રૂડ અને ગેસ કાઢતી કંપનીઓ કરશે, કારણ કે કરાચી એરપોર્ટથી તેને અહીં સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જેસલમેરની સામે પાકિસ્તાનના પીરકમાલ અને ચોલિસ્તાનમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકો જોવા મળી રહ્યા છે. વધુમાં કરાચી, જકોકાબાદ, ક્વેટા, રાવલપિંડી, સરગોડા, પેશાવર, મેનનવાલી અને રિશાલપુર જેવા એરબેઝને ચીનના સૈનિક અત્યાધુનિક બનાવી રહ્યા છે.

પાકિસ્તાનને બંકર બનાવવામાં મદદ કરી રહ્યું છે ચીન

ચીન માત્ર વ્યૂહાત્મક સ્થળો જ તૈયાર નથી કરી રહ્યું, પરંતુ તે બિકાનેરથી ગુજરાતની સરહદ પર પાકિસ્તાનને પાક્કા બંકર બનાવવામાં પણ મદદ કરી રહ્યું છે. રેતના ટીલામાં પાક્કા બંકર પણ ભારતીય સલામતી એજન્સીઓ માટે આંખ ઊઘાડનારી ઘટના છે.

પાકિસ્તાન અત્યાર સુધીમાં ચીનની મદદથી 350થી વધુ બંકર બનાવી ચૂક્યું છે. આ બંકરો બનાવવામાં એવા પથૃથરોનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જેનાથી તે સ્પષ્ટ દેખાતા નથી. વધુમાં પાકિસ્તાન આ વિસ્તારોમાં ડિફેન્સ કેનાલ, સ્વાંપ્સ અને રોડ નેટવર્ક જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવી રહ્યું છે.

બીએસએફના ભૂતપૂર્વ ડીઆઈજી (નિવૃત્ત) બ્રિગેડિયર બી. કે. ખન્નાએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન નહીં, પરંતુ ચીનને ધ્યાનમાં રાખીને પશ્ચિમી સરહદે તૈયારી કરવી જોઈએ કારણ કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ચીનના સૈનિકોની હાજરી આપણી સલામતી માટે જોખમી છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ સરહદની પેલે પાર આવેલા થરના રણમાં ચીની માઈનિંગ કંપનીનો તોતિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હવે ખાણકામ કરતી ચીની કંપનીએ બીજી ખાણ શરૂ કરી છે. એ ખાણથી કચ્છ સરહદ માત્ર 10 કિલોમીટરના જ અંતરે છે. આગામી દિવસોમાં આ ખાણ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે એમ છે.

Read Also

Related posts

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર

Padma Patel

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth
GSTV