GSTV

લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી ૩૦ એરપોર્ટનું નિર્માણ, ચીનની ગતિવિધિ બાદ ભારત એલર્ટ

Last Updated on September 9, 2021 by Vishvesh Dave

વિસ્તારવાદી નીતિના કારણે બદનામ થયેલું ચીન ભારતીય સરહદ પાસે એરપોર્ટ બનાવી રહ્યુ છે. ચીન લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારમાં આશરે 30 જેટલા એરપોર્ટ બનાવી રહ્યુ છે. જેથી ચીનની તમામ ગતીવિધિ પર ભારતે બાજ નજર રાખવાની શરૂઆત કરી છે.

લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ચીને પોતાની સેનાને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. મીડિયામાં પ્રાપ્ત થયેલા અહેવાલ બાદ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિઅટર કમાન્ડ માટે 30 એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. ચીનનું વેસ્ટર્ન કમાન્ડ ભારતીય સરહદ સાથે જોડાયેલું છે. અને ચીન દ્વારા જે એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. તે પૈકી કેટલાક એરપોર્ટ ભારતની સરહદની નજીક આવેલા છે. 30 એરપોર્ટ પૈકી કેટલાક એરપોર્ટ બનીને તૈયાર થયા છે. તો કેટલાકનું નિર્માણ કાર્ય હજી ચાલુ છે. ચીન સરહદ પર એરપોર્ટનું નિર્માણ કરી સૈનિકોની મુવમેટ વધારવા માગે છે. ચીનના એરપોર્ટ ભારત સરહદની ખૂબ નજીક

ચીન તિબ્બટમાં જે એરપોર્ટનું નિર્માણ કરી રહ્યુ છે તેમા લુંઝે, ટિંગડી અને બુરાંગ કાઉન્ટીનો સમાવેશ થાય છે. આ તમામ એરપોર્ટ ભારતીય સરહદની ખૂબ જ નજીક છે. એક વર્ષમાં ચીન તાશકુરગાનમાં એક રણનીતિક એરપોર્ટને ખુલો મુકશે. આ એક સુપર હાઈ પ્લેટૂ એરપોર્ટ છે જે શિનજિયાંગના પામીર પઠારી વિસ્તારમાં આવેલો છે. ગત દિવસે તિબ્બટના શિગાત્સે હેપિંગ એરપોર્ટથી ચેંગડૂડ સુધી 115 સૈનિક સાથે એક ચાર્ટર્ડ પ્લેને ઉડાન ભરી. આ સાથે 23 હવાઈ રૂટ પણ ખુલ્યા છે. જેથી ચીની સેના ભારતીય સરહદ પાસે પોતાનું હવાઈ પેટ્રોલિંગ પણ વધારી રહી છે.

ALSO READ

Related posts

BJP-AIMIM ભાઈ ભાઈ/ અમદાવાદના મેયરે ઔવેસીના પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા કોંગ્રેસ ધૂંઆપુઆ થઈ

Pravin Makwana

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel

કોરોનાએ તો વિશ્વના બજારોને એવી રીતે પછાડ્યું કે સાર્વત્રિક મંદીનો કડાકો, ફુત્સી ઈન્ડેક્ષ, ડેક્ષ, નિક્કીમાં બેથી ચાર ટકાના ગાબડાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!