GSTV
Gujarat Government Advertisement

ચાલબાજી/ ચીન સફળ રહ્યું તો ભારતના હરિયાળા પ્રદેશ નોર્થ અને ઈસ્ટમાં પડી શકે સૂકો દુકાળ, મોદી સરકાર રહે સાવધાન

Last Updated on February 8, 2021 by Mansi Patel

લદ્દાખથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધીના ભારતીય જમીની વિસ્તારો પર નજર રાખીને બેઠેલું ચીન હવે ભારતીય જળસંપદા પર કબજો જમાવવા માટે વિશ્વના સૌથી વિશાળ બંધનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. તિબેટથી લઈને ભારત સુધી ખૂબ જ પવિત્ર ગણાતી યારલુંગ ત્સાંગપો એટલે કે બ્રહ્મપુત્રા નદી પર ચીન 60 ગીગાવોટના મહાકાય બંધનું નિર્માણ કરવાની યોજનામાં લાગ્યું છે. આ બંધ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના એ પ્રાચીન વિસ્તારમાં બનાવાઈ રહ્યો છે જ્યાં તિબેટનું પ્રથમ સામ્રાજ્ય વિકસ્યું હતું. ચીનનું લક્ષ્ય 2060ની કાર્બન તટસ્થતા (ન્યુટ્રાલિટી) હાંસલ કરવાનું છે અને આ માટે તે તિબેટમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર મહત્તમ જોર આપી રહ્યું છે. જો કે તિબેટવાસીઓ અને તિબેટના પર્યાવરણવિદો આ બંધનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યા છે.

બ્રહ્મપુત્રા નદી ભારતના પૂર્વોત્તરના રાજ્યો અને બાંગ્લાદેશની જીવાદોરી

તિબ્બત સ્વાયત્ત વિસ્તારથી નીકળનારી બ્રહ્મપુત્રા નદી ભારતના અરૂણાચલ પ્રદેશ રાજ્યના માધ્યમથી દેશની સરહદમાં પ્રવેશ કરે છે. અરૂણાચલ પ્રદેશમાં આ નદીને સિયાંગ કહેવામાં આવે છે. ત્યાર બાદ આ નદી આસામ પહોંચે છે જ્યાં તેને બ્રહ્મપુત્રા કહેવામાં આવે છે. બ્રહ્મપુત્રા નદી આસામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. બ્રહ્મપુત્રાને ભારતની પૂર્વોત્તરના રાજ્યો અને બાંગ્લાદેશની જીવનદોરી માનવામાં આવે છે અને લાખો લોકોની આજીવિકા તેના પર નિર્ભર છે.

બ્રહ્મપુત્રાને દેવી માને છે તિબેટીયનો

ચીની દમન બાદ તિબેટ છોડીને ઓસ્ટ્રેલિયામાં રહેતી તેંજિન ડોલ્મેના કહેવા પ્રમાણે નદીઓનું સન્માન કરવું તે તિબેટવાસીઓના લોહીમાં વસે છે. તેના કહેવા પ્રમાણે તેમને એવું શીખવવામાં આવે છે કે નદીઓમાં તરતી વખતે તેનો બાથરૂમ તરીકે ઉપયોગ ન કરવો કારણ કે પાણીમાં દેવીઓ વાસ કરે છે. પરંતુ ચીન પોતાના વિકાસ માટે વર્જિત ગણાતી વસ્તુઓ પણ કરી રહ્યું છે જે નિરાશાજનક છે અને આ મામલે તિબેટની કોઈ સલાહ નથી લેવાઈ.

ચીન વિશ્વની આ સૌથી ઊંચી નદી પર બંધ બાંધીને વીજળીનું ઉત્પાદન કરવા ઈચ્છે છે પરંતુ તેના કારણે ભારત-બાંગ્લાદેશમાં પાણીની તંગી વર્તાઈ શકે છે. ઉપરાંત આ બંધ ભારતની જમીનથી માત્ર 30 કિમી દૂર બની રહ્યો છે અને ચીન તેનો રાજકીય ટૂલ તરીકે ઉપયોગ કરશે તેવી આશંકા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ

Pravin Makwana

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!