પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તનાવ એક ચરમસીમાએ પહોંચી ગયો છે. ગલવાન ખીણમાં સૈન્યને ભગાડવાની કવાયત દરમિયાન બંને દેશોની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર છે. ભારત અને ચીન વચ્ચેની સરહદ પર છેલ્લી ગોળી 1975 માં ચાલી હતી. મળતા સમચારો મુજબ ગલવાન ઘાટીમાં લગભગ 40 વર્ષ બાદ આ સિલસિલો તૂટ્યો છે. ગલવાન ઘાટી એવા પોઈન્ટ ઉપર છે જ્યાંથી ચીનની સેનાએ ઘૂસણખોરી કરી હતી. બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાતચીત બાદ ચીની સેના કેટલાક પોઈન્ટ પરથી પીછેહઠ કરવા લાગી હતી. પરંતુ આ ઘટના બાદ સરહદ પર તણાવ વધવાની સંભાવના છે.

ભારતે 1 અધિકારી સહિત બે સૈનિકો ગુમાવ્યા
સેનાના જણાવ્યા મુજબ હિંસક સંઘર્ષમાં ભારતે તેમના એક અધિકારી અને બે જવાન ગુમાવ્યા છે. ચીનને કેટલું નુકસાન થયું છે તે અંગે હજી સુધી કોઈ જાણકારી અપાઈ નથી.આ મોટા ઘટનાક્રમ બાદ બંને સેનાઓના વરિષ્ઠ અધિકારીઓ મોકા પર મુલાકાત કરીને પરિસ્થિતિ સંભાળવાની કોશિશ કરી રહ્યા છે.
Violent-face off between Indian and Chinese troops in Galwan Valley, three Army personnel, including an officer, dead
— ANI Digital (@ani_digital) June 16, 2020
Read @ANI Story | https://t.co/KIRIKLE6Do pic.twitter.com/Ts354cSpWG
મેની શરૂઆતથી જ ચીનની હરકતો વધી
મેની શરૂઆતમાં ચીની સૈનિકોએ એલએસી પર આક્રમક વલણ અપનાવવાનું શરૂ કર્યું હતું. પૂર્વી લદ્દાખમાં ચાર જગ્યાએ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ ઘૂસણખોરી કરી હતી. મોટી સંખ્યામાં ચીની સૈનિક આર્ટિલરી અને સશસ્ત્ર વાહનો સાથે એલએસી નજીક હાજર છે. ગલવાન ઘાટી અને પેંગોંગ તળાવ એ બે મુખ્ય પોઈન્ટો ગણાય છે જ્યાં બંને દેશોનું સૈન્ય એકબીજાની સામે છે.
Defence Minister Rajnath Singh held a meeting with Chief of Defence Staff General Bipin Rawat, the three service chiefs and External Affairs Minister Dr S Jaishankar. Recent developments in Eastern Ladakh were discussed. pic.twitter.com/0HiE9jBdDj
— ANI (@ANI) June 16, 2020
બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ
ચીનના સૈનિકોએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા ભારતીય સૈનિકોએ તેમને પાછા હટાવ્યા હતા. જેના કારણે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીનના સૈનિકો પાછળ હટવા તૈયાર નહોતા

Beijing accuses India of crossing border, 'attacking Chinese personnel': AFP news agency
— ANI (@ANI) June 16, 2020
પેંગોંગ ઝીલ, ગલવાન ઘાટીની પાસે ચીને 5 હજારથી વધુ સૈનિક તૈનાત કર્યા
તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે મે મહીનાની શરૂઆતથીજ લદ્દાખ બોર્ડરની પાસે તનાવપૂર્ણ માહોલ બન્યો હતો. ચીની સૈનિકોંએ ભારત દ્વારા નક્કી કરવામાં આવેલી LACને પાર કરી હતી, અને પેંગોંગ ઝીલ, ગલવાન ઘાટીની પાસે આવી ગયા હતા. ચીન તરફથી આ સ્થળ પર પાંચ હજાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા હતા, આ સિવાય તમામ લશ્કરી ઉપકરણો અને શસ્ત્રો પણ એકત્રીત કર્યા હતા.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત