GSTV
Home » News » બાળકે લિફ્ટમાં કરી શરમજનક હરકત, જાણો પછી શું થયું?

બાળકે લિફ્ટમાં કરી શરમજનક હરકત, જાણો પછી શું થયું?

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વિશ્વમાં દરરોજ અજીબોગરીબ ઘટના બનતી હોય છે. વાયરલ થયેલા આ વીડિયોમાં એક બાળક લિફ્ટમાં ફસાઇ ગયો છે. ખરેખર, લિફ્ટના મશીનમાં એક બાળક ટૉયલેટ કરી ગયો હતો. મશીન ખરાબ થતાં લિફ્ટમાં અવરોધ આવ્યો હતો અને બાળક ફસાઇ ગયો હતો. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોમાં આ વીડિયો વાયરલ થયો છે.

CGTNએ આ વીડિયો યુ-ટ્યુબ પર અપલોડ કર્યો છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે લિફ્ટમાં બાળક એકલો ઉભો છે. લિફ્ટ બંધ થયા બાદ બાળકે પેન્ટની ચેન ખોલી અને મશીન પર ટૉયલેટ કરવા લાગ્યો. બાદમાં લિફ્ટની બહાર નીકળવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે લિફ્ટનો દરવાજો ખુલ્યો નહીં. લિફ્ટમાં લાઇટ બંધ ચાલુ થવા લાગી અન આખરે લિફ્ટમાં ઘોર અંધારૂ છવાઇ ગયું. આ ભોળા બાળકે લિફ્ટનો દરવાજો ખોલવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ લિફ્ટનો દરવાજો ખુલ્યો નહીં.

સ્થાનિક રિપોર્ટ મુજબ, જોકે, બાદમાં બાળકને સુરક્ષિતરીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ચીનના ચૉન્ગકિંગ શહેરમાં શુક્રવારે આ ઘટના બની હતી. વાયરલ થયેલા વીડિયો બાદ સોશિયલ મીડિયા પર લોકોએ બાળકને દોષી ઠેરવ્યો અને બાળકની આ હરકતને શરમજનક ગણાવી.

Related posts

જીત બાદ PM મોદીએ પાઠવ્યુ અભિનંદન,તો પાકિસ્તાન મીડિયાને યાદ આવી વિંગ કમાન્ડરની VIDEO થયો વાયરલ

Mansi Patel

PM મોદી જે ગુફામાં રોકાયા હતા ત્યાં તમામ પ્રકારની છે સુવિધા! રહેવામાં તકલીફ ન પડે, ફક્ત આટલું જ છે ભાડુ

Arohi

હિમાચલ પ્રદેશમાં એક વ્યકિતના પેટમાંથી ચમચી, ચપ્પુ, ટૂથ બ્રશ, છરી મળી આવ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!