GSTV
Home » News » ચીન સરહદે સ્થિતિ સંવેદનશીલ : પેટ્રોલિંગ, અતિક્રમણ અને સૈન્ય ગતિરોધમાં વધારો

ચીન સરહદે સ્થિતિ સંવેદનશીલ : પેટ્રોલિંગ, અતિક્રમણ અને સૈન્ય ગતિરોધમાં વધારો

કેન્દ્રીય સંરક્ષણ રાજ્યપ્રધાન સુભાષ ભામરેએ ચીનની સરહદ પરની પરિસ્થિતિને સંવેદનશીલ ગણાવી છે. ભામરેએ કહ્યુ છે કે હાલ આપણે આપણા મુશ્કેલ પાડોશી દેશ સાથે ઘણા સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પરિસ્થિતિ સંવેદનશીલ છે. તેમણે પેટ્રોલિંગ, અતિક્રમણ અને સૈન્ય ગતિરોધની ઘટનાઓમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

સંરક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ ભામરેએ કહ્યુ છે કે ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ સંવેદનશીલ છે અને અહીં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. ભામરેએ આશંકા વ્યક્ત કરી છે કે ભારતના પાડોશમાં અસ્થિરતાને કારણે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શનના પ્રસારની સંભાવના પણ વધી ગઈ છે. તેમણે આવા મહાવિનાશક શસ્ત્રો નોન-સ્ટેટ એક્ટરના હાથમાં લાગે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે. આવા નોન સ્ટેટ એક્ટર્સનો કોઈપણ દેશની સરકાર સાથે કોઈ મતલબ નથી.

સેનાના વાર્ષિક સંમેલનમાં ભામરેએ કહ્યુ છે કે આજે આપણે આપણા મુશ્કેલ પાડોશી સાથે ઘણા સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. ચીન સાથેની એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે. પેટ્રોલિંગ, અતિક્રમણ અને સૈન્ય ગતિરોધની ઘટનાઓ વધી શકે છે.

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન સુભાષ ભામરેએ ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની સ્થિતિ જાળવવા માટે તમામ જરૂરી પગલા ઉઠાવવાની જરૂર હોવાનું પણ જણાવ્યું છે. પત્રકારો સાથે વાતચીત કરતા ભામરેએ ક્હ્યુ છે કે ચીન સાથેની એલએસી પર ઘણી બધી વાતો થઈ રહી છે. આમાથી કઈ વાતને લઈને મામલો ગંભીર થઈ શકે છે.. તેને જાણી શકાય તેમ નથી.

ભામરેએ સેમિનારમાં કહ્યુ હતુ કે પરંપરાગત ખતરા સિવાય સાઈબર ક્ષેત્રમાં આઘાતના અપરંપરાગત ખતરાઓ પણ છે. તેના સિવાય ભામરેએ સોશયલ મીડિયા પર વધી રહેલા ધાર્મિક રુઢિવાદના પ્રસાર પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ છે કે પાકિસ્તાન આઈએસની વિચારધારાને પૂર્વ તરફ ફેલાવનારા એક માધ્યમ તરીકેની કામગીરી કરી રહ્યું છે.

બીજી તરફ ભારત અને ચીન વચ્ચેના સારા સંબંધોના અભ્યાસ માટે સ્થાપવામાં આવેલા ઈન્ડિયા ગ્લોબલ સેન્ટર ફોર ચાઈનીઝ સ્ટ્ડીઝની એક વિશેષ પેનલની ચર્ચાનું આજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત પેનલ ડિસ્ક્શનમાં આરએસએસ સાથે સંબંધિત પ્રકાશ ઓર્ગેનાઈઝરના તંત્રી પ્રફુલ્લ કેતકર અને આઈજીસીસીએસના નિદેશ પ્રસૂન શર્માએ કહ્યુ હતું કે સરકાર, સમાજ અને વ્યાપારીક સ્તર પર ચીનને વધુ ઊંડાણપૂર્વક સમજવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Related posts

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!