GSTV
India News Trending

વિસ્તારવાદી ડ્રેગન / ચીનને ફક્ત ભારત સાથે નહીં પરંતુ આ દેશો સાથે પણ છે સરહદ વિવાદ, અનેક વિસ્તારો પર કર્યો છે પોતાનો દાવો

વિસ્તારવાદી નીતિના કારણે બદનામ થયેલા ચીનને માત્ર ભારત સાથે સરહદ વિવાદ નથી. ચીનનો 21 દેશો સાથે સરહદ વિવાદ છે જે તે દેશની જમીન પોતાની હોવાનો દાવો ચીન હમેશાં કરતું આવ્યુ છે. ચાલો ચીનના સરહદ વિવાદ અંગે જાણીએ…

ચીનનો ભારત સાથે વિવાદ જૂનો છે. ચીને અક્સાઇ ચીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે. લદાખ અને અરૂણાચલને લઈને ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદ છે અને લદ્દાખમાં પણ ચીને દરમ્યાનગીરી પણ વધારી છે. ચીનનો દક્ષિણ ચીની સમુદ્રમાં જાપાન સાથે વિવાદ છે.
ચીન સેનકાકુ આઇલેન્ડ તેના ક્ષેત્રના ભાગરૂપે દાવો કરે છે જે જાપાનની માલિકીનું છે. દુનિયાના સૌથી રહસ્યમય દેશ તરીકે જાણીતા ઉત્તર કોરિયાના ચીન સાથે મૈત્રીભર્યા સંબંધો છે. પરંતુ ચાઇના તેની ડાબી બાજુના પર્વતો અને જિન્દાઉ પર દાવો કરે છે. પૂર્વ ચીન સમુદ્રમાં પણ ચીનનો દક્ષિણ કોરિયા સાથે વિવાદ છે. ચીન ઇતિહાસને ટાંકીને આખા દક્ષિણ કોરિયાને તેનો ભાગ ગણાવે છે.

ચીનને રશિયા સાથે પણ સરહદ વિવાદ છે. 1969માં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું હતુ. તેમ છતાં ચીન 1,60,000 ચોરસ કિલોમીટર રશિયન વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરે છે. ચીન નેપાળના માઉન્ટ એવરેસ્ટમાં પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યો છે અને આ વિસ્તારમાં 5-જી નેટવર્ક સાધનો સ્થાપિત કરી રહ્યું છે.

ચીન પૂર્વી ભૂટાનના સાતેંગ વન્યપ્રાણી અભયારણ્યને પોતાનો વિસ્તાર માને છે. વિયેટનામ સદીઓ સુધી ચીનના શાસન હેઠળ રહ્યુ છે. જેના પરિણામે બંને વચ્ચે ઘણા તકરાર અને આક્રમણ થયા હતા. ચીન બ્રુનેઇ-દક્ષિણ ચીન સમુદ્રમાં કેટલાક કાંઠાના ટાપુઓ પોતાના હોવાનો દાવો કરે છે. તો બીજી તરફ ચીન આખા તાઈવાન પર દાવો કરે છે.

ચીન ઘણાં સમયથી કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન અને તજાકિસ્તાનના કેટલાક વિસ્તારમાં દાવો કરી રહ્યુ છે. ચીન અને અફઘાનિસ્તાન વચ્ચે 210 કિલોમીટર લાંબી સરહદ છે. ચીનની નજર કોસ્ટલ કોરિડોર પર છે અને ચીન અહીં મોટા પ્રમાણમાં રોકાણ પણ કરી રહ્યુ છે. ચીન મ્યાનમારના કેટલાક વિસ્તાર પર ઇતિહાસના આધારે દાવો કરી રહ્યુ છે.

ચીન મંગોલિયા અને તિબેટના કેટલાક વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યુ છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપુરના વિવાદિત વિસ્તારમાં પોતાનો દાવો ચીન કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં સૌથી મોટો વિવાદ સાઉથ ચાઈના-સીનો છે. કેમ કે, ચીન સાઉથ ચાઈના સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ અને સિંગાપુર સાથે વિવાદમાં છે.

Read Also

Related posts

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

એલન મસ્ક ટૂંક સમયમાં આઇફોન-એન્ડ્રોઇડને ટક્કર આપવા ઉતરી શકે મેદાનમાં, લૉન્ચ કરી શકે છે સ્માર્ટફોન કંપની

Kaushal Pancholi

ભાજપનો નીતીશ સરકાર પર સાંસ્કૃતિક પોલિસિંગનો આરોપ, બિહાર સરકારના પ્રધાને આરોપોને ફગાવ્યા

Kaushal Pancholi
GSTV