GSTV

ડ્રેગનની ચાલબાજી / સૈન્ય બેઠક બાદ ચીનનું ષડયંત્ર આવ્યું સામે, ડ્રેગન સરહદ પાસે સૈન્ય ઠેકાણાનું કરી રહ્યું છે નિર્માણ

ચીન

Last Updated on January 13, 2022 by GSTV Web Desk

ભારત અને ચીન વચ્ચે યોજાયેલી 14મા તબક્કાની બેઠક નિષ્ફળ ગયા બાદ ચીનની વધુ એક ચાલબાજી સામે આવી છે. ચીન દેપસાંગમાં આવેલા દૌલતબેગ ઓલ્ડી પાસે સૈન્ય ઠેકાણાનું નિર્માણ કરી રહ્યુ છે. એક તરફ ચીન બેઠક કરી શાંતિ વાર્તાનો ડહોળ કરે છે તો બીજી તરફ ચીન સરહદ પર ષડ્યંત્ર રચી રહ્યુ છે. ત્યારે ચીનની ચાલબાજી અંગે જોઈએ જીએસટીવીનો વિશેષ અહેવાલ.

ચીન

ભારત અને ચીન વચ્ચે 14માં તબક્કાની સૈન્ય બેઠક બાદ ચીનનું ષડ્યંત્ર સામે આવ્યુ છે. ચીન દેપસાંગમાં આવેલા દૌલતબેગ ઓલ્ડી પાસે સૈન્ય ઠેકાણાનું નિર્માણ કરી રહ્યુ છે. ચીનના આ ષડ્યંત્રનો ખુલાસો સેટેલાઈટ તસવીરના માધ્યમથી થયો છે. ચીન દેપસાંગમાં સૈન્યની મજબૂત સ્થિતિ માટે સતત નિર્માણ કાર્યને પ્રોત્સાહન આપી રહ્યુ છે. ચીન ભારત સાથે જોડાયેલી સરહદ પર કિલ્લાબંધી કરવા માગે છે. ચીન સૈન્ય ઠેકાણા સાથે વિશાળ બંકર બનાવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સેટેલાઈટ તસવીરમાં સામે આવ્યુ કે, 2020-21 વચ્ચે ચીને નિર્માણ કાર્યને અંજામ આપ્યો છે. આ સાથે ચીનની દેપસાંગમાં સૈન્ય પકડ મજબૂત થઈ છે.

ચીન

ચીને અનેક છાવણી અને સૈનિકો માટે ઘર બનાવ્યા છે. દેપસાંગમાં ચીને મોટી સંખ્યામાં સૈનિકોને પણ તૈનાત કર્યા છે. સરહદ પર સૈન્ય સ્થિતિ મજબૂત કરી ચીન ગોગરા હોટ સ્પ્રિગથી પાછળ હટવાનો પણ ઈનકાર કરી રહ્યું છે. ચીન દેપસાંગમાં પેટ્રોલિંગ પણ વધાર્યું છે. ભારત અને ચીન વચ્ચે યોજાયેલી સૈન્ય બેઠક સફળ રહી પરંતુ તેમા કોઈપણ પ્રકારનું સકારાત્મક પરિણામ આવ્યું નથી. જેથી એવું નક્કી થયુ કે, ચીન સૈન્ય બેઠકના નામે માત્ર દગાખોરી કરી સરહદ પર સૈન્ય ગતિવિધિ વધારી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!