ભારતને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિતના દેશોનો ટેકો મળ્યો પણ ચીન અને પાકિસ્તાને આતંકીઓને સાથ આપ્યો. હાલ મસૂદ પાકિસ્તાનના રાવલપીંડીમાં પાક. સૈન્યની સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે
અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો આતંકી મસૂદ અઝહરનો હતો. ભારત, અમેરિકા સહીતના વિશ્વભરના દેશો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની તરફેણમાં રહ્યા જ્યારે ચીન અને પાકિસ્તાન અગાઉની જેમ આ વખતે પણ મસૂદને સુરક્ષા આપતા જોવા મળ્યા છે, ચીને મસૂદ અઝહર મુદ્દે છેલ્લી ઘડીએ પોતાનું વલણ ન બદલ્યું અને વિટોનો ઉપયોગ કરીને મસૂદનો બચાવ કર્યો હતો.


સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેના પર આ ચર્ચા થઇ હતી, જોકે મસૂદને આતંકી જાહેર કરવાની ચીને ચોથી વખત ના પાડી દીધી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે અગાઉ જ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા કાઉન્સિલ બોડી કડક નીયમોનું પાલન કરીને કામ કરે છે. મસૂદ અઝહર મુદ્દે અમે અમારું સ્ટેન્ડ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધુ છે.
અગાઉ પણ અનેક વખત સંયુક્ત રાષ્ટ્રમાં જ અમે સ્પષ્ટતા કરી દીધી હતી કે આતંકી સંગઠનો અને આતંકવાદીઓ મુદ્દે અમે શું વિચારીએ છીએ. આ સાથે જ ચીને સતત ચોથી વખત વિટો વાપરીને મસૂદ અઝહરને આતંકી જાહેર ન થવા દીધો.

આ પહેલા ત્રણ વખત ચીન મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાનો વિરોધ કરી ચુક્યું છે અને ખુલ્લેઆમ આતંકીઓને સમર્થન આપ્યું છે. ચીન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા કાઉન્સિલના જે પાંચ સભ્યોને વિટો પાવર મળ્યા છે તેમાં સામેલ છે અને આ પહેલા પણ તેણે આ વિટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાની માગનો વિરોધ કર્યો હતો.
મસૂદ અઝહર ઉરી, પુલવામા સહીતના હુમલામાં સામેલ છે અને હાલ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ચીન પાકિસ્તાનના કહેવાથી જ મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાનો વિરોધ કરી રહ્યું છે અને બીજી તરફ આતંકવાદના ખાતમાની વાતો કરે છે. અગાઉ અમેરિકાએ પણ ચીનના આ વલણનો વિરોધ કર્યો હતો અને મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં મદદ કરવા કહ્યું હતું.
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…
અમેરિકાએ કહ્યું હતું કે જો ચીન મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાનો વિરોધ કરશે તો તેનાથી વિશ્વને ખતરો વધી જશે. સાથે અમેરિકાએ એવી પણ ચીમકી આપી હતી કે ચીન અને વિશ્વના અન્ય દેશોના સંબંધો પર પણ તેની અસર થશે. આ સ્થિતિ વચ્ચે ચીને હવે ખુલ્લેઆમ આતંકીઓને સાથ આપ્યો છે, આ બધુ તેણે પાકિસ્તાનને ખુશ કરવા અને ભારતમાં આતંકવાદ વધારવા માટે કર્યું છે.