GSTV

ચીનને પડશે ભારે / આ ટાપુ પર બની રહ્યું છે, ભારતીય નૌકાદળનું ગુપ્ત મથક, હિન્દ મહાસાગર પર કરશે રાજ

Last Updated on August 3, 2021 by pratik shah

ચીન જ્યાં-ત્યાં પોતાના લશ્કરી મથકો સ્થાપી રહ્યું છે. તેની સામે ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે. અલ ઝઝીરા ચેનલના અહેવાલ પ્રમાણે ભારત આફ્રિકા ખંડના કાંઠે આવેલા ટાપુ મોરેશિયસમાં નૌકાદળનું મથક બનાવી રહ્યું છે. અહેવાલ મુજબ આ પ્રોજેક્ટ અત્યંત ગુપ્ત છે. પરંતુ સેટેલાઈટ તસવીરો દ્વારા જણાઈ આવ્યુ હતું કે મોરેશિયસના આગાલીગા ટાપુ પર નૌકામથકનું બાંધકામ ચાલી રહ્યું છે. સ્વાભાવિક રીતે ગુપ્ત મથક હોવાથી ભારત સરકાર કે નૌકાદળ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કશું કહેવાયું નથી. વળી રાષ્ટ્રીય સુરક્ષા સબંધિત પ્રોજેક્ટ હોવાથી એ અંગેની ઓફિશિયલ માહિતી આવે એવી પણ શક્યતા નહિંવત છે.

2018માં ભારત અને મોરેશિયસ વચ્ચે આ અંગે કરારો થયા


2018માં ભારત અને મોરેશિયસ વચ્ચે આ અંગે કરારો થયા હતા. એ પછીથી ભારતે બાંધકામ શરૃ કર્યું હતું. અહીં ચાલી રહેલા બાંધકામોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામકાજ ગણાવાઈ રહ્યું છે. આ બાંધકામ ભારતના લાભમાં છે, જ્યારે ચીન માટે મુશ્કેલી સર્જશે. કેમ કે ચીન હિન્દ મહાસાગરમાં પોતાના જહાજોની હાજરી વધારીને દાદાગીરીનો પ્રયાસ કરતું રહે છે. આફ્રિકાના ઘણા દેશો તથા હિન્દ મહાસાગરના ટાપુ રાષ્ટ્રો પર ચીન પોતાના લશ્કરી મથકો પણ બનાવી રહ્યું છે. તેની સામે ભારતનું આ પગલું અત્યંત મહત્વનું સાબિત થશે.

હિન્દ મહાસાગરમાં સૌથી મોટુ નૌકાદળ ભારતનું


આ ટાપુ મોરેશિયસનો ભાગ હોવા છતાં મોરેશિયસથી 1100 કિલોમીટર ઉત્તરમાં આફ્રિકાના પૂર્વ કાંઠાથી ખાસ્સો દૂર આવેલો છે. પરંતુ હિન્દ મહાસાગરમાંથી પસાર થનારા જહાજી રૃટથી એ નજીક છે. હિન્દ મહાસાગરમાં સૌથી મોટુ નૌકાદળ ભારતનું છે. એશિયાથી આફ્રિકા, યુરોપ કે અમેરિકા જતાં જહાજો હિન્દ મહાસાગરમાંથી પસાર થતાં હોય છે. હિન્દ મહાસાગરમાં આવતા-જતાં હોય એવા કદાવર જહાજોની સંખ્યા વર્ષે ૧,૨૦,૦૦૦ ઉપર પહોંચે છે. ચીન વર્ષોથી પોતાની હાજરી હિન્દ મહાસાગરમાં મજબૂત બને એ માટે પ્રયત્નશીલ છે. સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારત માટે આ ટાપુ લશ્કરી દૃષ્ટિએ અતિ મહત્વનો છે. ત્યાં નૌકામથક બનતું હોય તો એ મોકાનું સ્થળ જ ગણાય. ભારત ત્યાંથી સર્વેલન્સ વિમાનો ઉડાવી શકશે તથા પેટ્રોલિંગ માટેના જહાજો પાર્ક કરી શકશે. મોરેશિયસનું અર્થતંત્ર પ્રવાસ પર આધારિત છે અને ભારતના સંખ્યાબંધ પ્રવાસીઓ ત્યાં નિયમિત રીતે જતાં હોય છે.


ઉત્તરમાં ભારત, પૂર્વમાં આફ્રિકા, પશ્ચિમે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણે છેક એન્ટાર્કટિકા સુધીના ‘ઈન્ડિયન ઑશન રિજન (આઈઓઆર)’માં કોઈ સૌથી મોટું અને પ્રભાવશાળી નૌકાદળ હોય તો ભારતનું છે. હિન્દ મહાસાગર કુલ ૬.૮૫ કરોડ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને ભારતીય નૌકાદળ એમાં સતત પેટ્રોલિંગ કરતું રહે છે. કુલ મળીને ૩૬ દેશો છે, જેમને હિન્દ મહાસાગર લાગુ પડે છે. આ બધા દેશોના બંદરો પર રોજ રોજ માલવાહક જહાજો આવતાં-જતાં રહે છે. જગતનો ૯૫ ટકા વેપાર સમુદ્ર માર્ગે થાય છે, એટલે સમુદ્ર માર્ગ પર કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તેની અસર જમીન પર ફેલાયેલા જે-તે દેશને થયા વગર રહે નહીં.


મોરેશિયસ, સેશેલ્સ જેવા હિન્દ મહાસાગરના દેશો પાસે જમીન બહુ ઓછી છે કેમ કે એ ટાપુ રાષ્ટ્રો છે. ટાપુ છે એટલે તેમની પાસે મોટી દરિયાઈ સીમા છે અને એનાથી પણ વધુ ઈકોનોમિક ઝોન છે. એ ઝોનનું રક્ષણ કોણ કરે? ભારતીય નૌકાદળ! હા, ભારતીય નૌકાદળ માત્ર ભારતના હિતો સાચવે એવુ નથી. આવા નાના દેશોને જરૂર પડયે મદદ કરે છે. અમુક સ્થળે ભારતીય નૌકાદળે મથક જ સ્થાપ્યાં છે, તો અમુક સ્થળે નિયમિત આવન-જાવન રહે છે. બન્ને દેશો વચ્ચે એ પ્રમાણે કરાર પણ થયા છે.


આફ્રિકા નજીક આવેલા સેશલ્સમાં ભારતે નૌકા મથક બનાવાનું છે. કેમ કે ભારત નહીં બનાવે તો ચીન તો બનાવશે જ. સંખ્યાની દૃષ્ટિએ નૌકાસેનિકો ભલે ૬૫-૭૦ હજાર જેટલા જ હોય, પરંતુ તેમનું કામ આપણી કલ્પના કરતાં ક્યાંય વિશાળ છે. મોરેશિયસ સરકાર અત્યારે સત્તાવાર રીતે એવું કહી રહી છે કે અહીં લશ્કરી મથક બનાવવાનું કોઈ આયોજન નથી. જ્યારે ભારત સરકાર આ વિશે કશું કહેવા તૈયાર નથી.

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!