GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

લદ્દાખ મોરચે ચીને પોતાના સૈનિકોને બે કિલોમીટર પાછળ હટાવ્યા છે. હવે 6 જુને ભારત અને ચીનના ટોચના લશ્કરી અધિકારીઓ વચ્ચેની બેઠક પર બધાની નજર છે. આ બધાની વચ્ચે સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે, ભારતના આકરા તેવરના કારણે ચીનને પીછેહઠ કરવી પડી છે. એક અખબારને આપેલી ઓનલાઈન મુલાકાતમાં સંરક્ષણ નિષ્ણાત કમર આગાએ કહ્યું હતું કે, ચીને કરેલી પીછેહઠના ત્રણ કારણ છે. એક તો ભારતીય સેનાએ જો ચીન કોઈ પણ હરકત કરે તો તેનો જોરદાર જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.

ભારતે પણ સૈનિકો ઉતાર્યા

ચીને લદ્દાખ મોરચે 5000 ઉપરાંત સૈનિકો મોકલ્યા છે. તો ભારતે પણ એટલી જ સંખ્યામાં સામે સૈનિકો ઉતારી દીધા છે. ભારતે હથિયારો તૈનાત કરવામાં પણ કસર રાખી નથી. ચીન સાથે આક્રમક તેવર અપનાવવા જરુર છે. ધમકી આપવાની ચીનની જુની આદત છે પણ તેની સામે આક્રમક વ્યવહાર કરાય તો તે સીધુ રહે છે. ભારત જેવું જ વલણ ચીન જાપાન, તાઈવાન અને વિયેતનામ સાથે પણ અપનાવી રહ્યું છે.

આ છે ચીનની પીછેહટનું કારણ

આગાએ કહ્યું હતું કે, કોરોનાનુ આંતરિક સંકટ પણ ચીનના પાછળ હટવા પાછળનું બીજુ કારણ છે. કારણ કે કોરોનાથી ચીનની ઈકોનોમી પણ પ્રભાવિત થઈ રહી છે. દુનિયામાં થતી નિકાસ ઓછી થવાથી ચીનમાં પણ બેરોજગારી વધી રહી છે. ચીને આ બધાથી પોતાના નાગરિકોનું ધ્યાન હટાવવા માટે લદ્દાખમાં ભારત પર દબાણ વધાર્યુ છે પણ તેને આંતરિક બાબતો પર વધારે ધ્યાન આપવું પડે તેમ છે.

દુનિયાનું પ્રેશર

દુનિયાનું પ્રેશર પણ ચીનને નરમ વલણ અપનાવવા મજબૂર કરી રહ્યું છે. કારણકે અમેરિકાએ ભારતની સાથે રહેવાના સંકેતો આપ્યા છે. અમેરિકાએ ભારતને જી-7 બેઠકમાં સામેલ થવા આમંત્રણ આપી દીધું છે. શક્ય છે કે, યુધ્ધ જેવી સ્થિતિ ઉભી કરીને ચીન ભારતનું બજાર પણ ગુમાવવા ના માંગતુ હોય.

READ ALSO

Related posts

આને કહેવાય દાનવીર, કોરોના વેક્સિન માટે આ ભારતીય બિઝનેસમેને દાન કરી દીધા 3300 કરોડ રૂપિયા

Ankita Trada

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હવે આ રીતે પણ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા નોટિસ કે સમન્સ મોકલી શકાશે

Pravin Makwana

ચોમાસામાં વધી જાય છે ફ્લુનો ખતરો, આ પાંચ ચીજવસ્તુઓથી વધારો રોગપ્રતિકારક શક્તિ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!