GSTV

ચીનનાં 18 ફાઈટર જેટ્સનાં તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યુ-અમેરિકા અને તાઈવાન આગથી ન રમે

ચીનને તાઇવાન પર દબાણ ઉભુ કરવા કોઇને કોઇ રીતે સૈન્ય તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે ચીનના 18 ફાઇટર જેટ તાઇવાનની હવાઇ સરહદમાં ઘૂસી આવ્યા હતા. આ ફાઇટર જેટ્સએ અમુક સમય સુધી તાઇવાનની હવાઇ સરહદમાં ઉડાન ભરી. જે બાદ તેઓ પરત ફરી ગયા..બાદમાં ચીને ત્યાં સુધી જણાવ્યું કે અમારી વાયુસેનાની આ કાર્યવાહી અમેરિકા અને તાઇવાન માટે એક ચેતવણી સ્વરૂપે છે.

ખાસ વાત એ છે કે જે સમયે આ ફાઇટર જેટ્સ તાઇવાનના આકાશમાં ઉડી રહ્યા હતા. ત્યારે અમેરિકાના અંડર સેક્રેટરી કીથ ક્રેચ તાઇવાનની રાજધાની તાઇપેમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.ચીનના ફાઇટર જેટ્સ જ્યારે તાઇવાનની હવાઇ સરહદમાંથી પરત ફર્યા ત્યારે ચીનના રક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે જે લોકો આગ સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ દાઝી જશે.

ચીનના એક સરકારી થિંક ટેંકએ કહ્યું કે અમારી તરફથી આ અમેરિકા અને તાઇવાન બંનેને એક ચેતવણી હતી.ચીન હવે ભારત બાદ તાઇવાનમાં પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં બીજી ઘટના છે કે અમેરિકાન સરકારના કોઇ વરિષ્ઠ અધિકારીએ તાઇવાનની મુલાકાત લીધી હોય. 1979 બાદથી અમેરિકાના કોઇ મોટા અધિકારી તાઇવાન જતા ન હતા. તેમ છતાં બંને દેશો વચ્ચે ડિપ્લોમેટીક સંબંધો યથાવત રહ્યા છે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!