ચીન ધીમે ધીમે હવે પોતાનો અસીલ રંગ બતાવવા લાગ્યું છે. અત્યાર સુધી તેણે નાના દેશોને લોનની જાળમાં ફસાવ્યા હતા અને હવે તેમની પાસેથી પઠાણી ઉઘરાણી ચાલુ કરી છે. ચીને કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી માલદીવ સરકારને સંકટમાં મુકી દીધી છે. ચીનની એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંકએ માલદીવ સરકારને કહ્યું છે કે તે 10 મિલિયન ડોલરની રકમ ચુકવી દે.

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના કે.એન.સાહિત્ય મૂર્તિ મુજબ કદાચ આ રકમ સન ગ્રુપને આપવામાં આવેલી 127 મિલિયન ડોલરની લોનનો હપ્તો હોઇ શકે. જે સંપ્રભુ ગેરેન્ટી હેઠળ આપવામાં આવી હતી. માલદીવની આર્થિક સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. જો તે લોન ચુકવવાનો ઇન્કાર કરી દેશે તો તેની શાખ પર બટ્ટો લાગશે. જો ચુકવશે તો તેને કરન્સી વેલ્યૂ ઘટશે અને ફોરેન ટ્રેડ પર અસર થશે.
સામાન્ય રીતે સંપ્રભુ ગેરેન્ટી સરકાર અને સરકારી ઉપક્રમોને જ મળે છે.. ચીનને સંપ્રભુ ગેરેન્ટી અંતર્ગત 9 બિલિયન ડોલરની લોનની વહેચણી કરી છે. જેમાં સન ગ્રુપને છોડીને બાકી તમામ સરકારી ઉપક્રમ સામેલ છે. ચીન તરફથી માલદીવને કેટલી લોન આપવામાં આવી છે તેનો કોઇ સત્તાવાર ડેટા નથી. પરંતુ વર્લ્ડ બેંકના ડેટા પ્રમાણે માલદીવ પર જે કુલ દેવુ છે તેમાંથી એકલા ચીનનું 45 ટકા દેવુ છે.
READ ALSO
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
- ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી
- ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.