ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ચીને માત્ર 4 જવાનો જ મર્યા હોવાની વાત કહી છે. ચીને આ ખુલાસો પણ 8 મહિના બાદ કર્યો છે. પરંતુ તમામ મિડિયા રિપોર્ટસમાં આ આંકડાને ખોટો બતાવવામાં આવ્યો છે, હવે આ આંકડા પર સવાલ ઉઠાવનારા 3 પત્રકારોની ચીને ધરપકડ કરી છે.

આંકડા પર સવાલ ઉઠાવીને સેનાનાં જવાનોની શહીદીનું અપમાન કર્યું હોવાનો આરોપ
ચીનની ઓથોરીટીનું કહેવું છે કે, ‘પૂછપરછ માટે આ પત્રકારોની અટકાયત કરવામાં આવી છે. આ પત્રકારોમાં ઇકોનોમિક ઓબ્ઝર્વરમાં કામ કરી ચુકેલા 38 વર્ષીય કિઉ જિમિંગનો પણ સમાવેશ થાય છે. તેમના પર આરોપ છે કે તેમણે આંકડા પર સવાલ ઉઠાવીને સેનાનાં જવાનોની શહીદીનું અપમાન કર્યું છે.

ચીને 8 મહિના બાદ માત્ર 4 જ સૈનિકો માર્યાં હોવાનું સ્વીકાર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ઘણા મિડિયા રિપોર્ટમાં ચીનનાં 40-50 જવાનો માર્યા ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, ચીને 8 મહિના બાદ માત્ર 4 જ સૈનિકો માર્યાં હોવાનું સ્વીકાર્યું છે. જેના ઉપર કિઉએ ચીનનાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ વીબો પર ટીપ્પણી કરી હતી કે આંકડો આનાથી કાંઇક વધુ હોવાનું કહેવામાં આવ્યું હતું.’
READ ALSO :
- બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું દે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ
- અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ
- ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી
- બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ: વાયુસેનાએ આ રીતે બોલાવ્યો હતો આંતકીઓનો ખાત્મો, વીડિયો જાહેર કરી ઘટનાની યાદ અપાવી
- ડિજિટલ યુગ: દેશના પોલીસ અને ટ્રાફિક વિભાગને મળશે હાઈટેક ગિફ્ટ, અપરાધીઓ ચેતી જજો