GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

લદ્દાખ છે સોનાની ખાણ : ચીનના ઉંબાળિયા પાછળ આ છે કારણો, હાથમાંથી ગયું તો ભારત પસ્તાશે

ચીના

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાલ મુશ્કેલી ઘણી વધી ગઈ છે. ચીનની સેનાના હજારો સૈનિકો ગલવાન રિઝનમાં 3 સ્થાનો પર ભારતીય વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. ચીની સૈનિક પેંગોંગ સો ઝીલની સાથે સંલગ્ન ફિંગર એરિયામાં બંકર બનાવી રહ્યાં છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, ચીન સૈનિક ન માત્ર સામરિક ઉદ્દેશ્યથી પરંતુ એક ખાસ ઉદ્દેશ્ય સાથે ભારતને ભારતીય ક્ષેત્રમાં જ રોડ-રસ્તા બનાવવા માટે રોકી રહ્યાં છે. લદ્દાખ યુરેનિયમ, ગ્રેનાઈટ, સોનું અને રેઅર અર્થ જેવી અતિ કિંમતી ધાતુઓ મળી આવે છે. પ્રાચીન કાળમાં 10 હજાર ઉંટ અને ઘોડાની મદદથી લદ્દાખના રસ્તે ચીન સાથે વેપાર થતો હતો. લેહના માર્ગેથી આ ઉંટ અને ઘોડા ચીનના યારકંદ, સિનકિઆંગ અને તિબેટની રાજધાની લ્હાસા સુધી જતા હતા. આ દરમિયાન બંને દેશ વચ્ચે મોટા પાયે વેપાર થતો હતો.

કિંમતી ધાતુઓ આ વિસ્તારમાં સંગ્રહિત

લદ્દાખના ગલવાન વિસ્તારમાં જે જગ્યાએ ભારત અને ચીન વચ્ચે જે વિવાદ જોવા મળી રહ્યો છે, તેની નજીક આવેલા ગોગરા પોસ્ટની પાસે ગોલ્ડન માઉન્ટન છે, જ્યાં માનવામાં આવે છે કે, સોનું સહિત અનેક કિંમતી ધાતુઓ આ વિસ્તારમાં સંગ્રહિત છે. જોકે, બંને દેશ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે આ વાતમાં કેટલું તથ્ય છે. તેને લઈને હજુ સુધી કોઈ સર્વે કે તપાસ થઈ નથી. આટલું જ નહીં લદ્દાખના અનેક વિસ્તારોમાં ઉચ્ચ ગુણવતાવાળા યુરેનિયમના ભંડાર પણ મળ્યાં છે. આ યુરેનિયમથી ન તો માત્ર પરમાણુ વીજળી બનાવી શકાય છે, પણ પરમાણુ બોમ્બ પણ તૈયાર થઈ શકે છે.

બે પ્લેટ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી

અન્ય જગ્યાએથી મળી આવેલા યુરેનિયમથી ઘણું જ વધારે હતું. લદ્દાખ ભારતીય અને એશિયાઈ પ્લેટની વચ્ચોવચ્ચ સ્થિત છે. અહીં જ 50થી 60 લાખ વર્ષ પહેલાં બે પ્લેટ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને તેના કારણે જ હિમાલયનું નિર્માણ થયું હતું. અને લદ્દાખના પહાડો તેનો જ એક ભાગ ગણાય છે જે ભૂગર્ભ વૈજ્ઞાનિકોના મતે ખનીજ પદાર્થથી સમૃદ્ધ માનવામાં આવે છે. અને આ પહાડોમાંથી યુરેનિયમના ભંડાર મળ્યા હતા. ભૂગર્ભ વૈજ્ઞાનિકોના મતે યુરેનિયમથી ભરેલા લદ્દાખના પહાડો અન્ય જગ્યાની તુલનાએ ઘણાં જ નવા છે. એક માન્યતા મુજબ આ 100થી લઈને 25 મિલિયન વર્ષ જૂની છે. ભારતમાં આ પ્રકારના યુરેનિયમથી સમૃદ્ધ પહાડો આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાંથી મળી આવે છે. પરંતુ તે 2500થી 3000 મિલિયન વર્ષ જૂના છે. ચીનના નિયંત્રણવાળા વિસ્તારથી સંલગ્ન નૂબ્રા-શ્યોક નદી ઘાટીમાં સ્થિત ઉદમારૂ ગામથી યુરેનિયમથી ભરેલા ગ્રેનાઈટના પહાડો વધુ રિસર્ચ માટે જર્મની લઈ જવામાં આવ્યા હતા.

સોનું અને રેઅર અર્થનું ખોદકામ કરી ચુક્યા છે

આ પહાડમાંથી 0.31થી 5.36 ટકા સુધી યુરેનિયમ અને 0.76થી 1.43 ટકા થોરિયમ મળ્યું હતું. આ યુરેનિયમ કોહિસ્તાન, લદ્દાખ અને દક્ષિણ તિબેટ સુધી ફેલાયેલું છે. આ પહેલાં ચીન અરૂણાચલ પ્રદેશના ઉપરી વિસ્તાર એવા સુબંસિરી જિલ્લાથી માત્ર 15 કિલોમીટર દૂર સોનું અને રેઅર અર્થનું ખોદકામ કરી ચુક્યા છે. આ સોનું તિબેટના યુલમેડ ગામમાંથી મળ્યું હતું.
એક રિપોર્ટ મુજબ ચીનના આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં સોનું, ચાંદી અને રેઅર અર્થ મળ્યું હતું. જેની કુલ કિંમત લગભગ 60 અબજ ડોલર છે. આ ખજાનાને કાઢવા માટે ચીને અરૂણાચલ સરહદ નજીકની અનેક સુરંગ અને સંચારના ઉપકરણો લગાવ્યાં છે. આ ઉપરાંત ચીને સમગ્ર વિસ્તારમાં નવા રસ્તાઓ બનાવી તેમજ એરપોર્ટ પણ તૈયાર કર્યુ છે. અહીં આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો કામ કરે છે.

હાલ લગભગ 250 પરમાણુ બોમ્બ છે

અમેરિકા સાથેના વિવાદ વચ્ચે ચીનના વિશેષજ્ઞોએ સરકારને પરમાણુ બોમ્બની સંખ્યા અનેક ગણી વધારીને 1000 સુધી કરવાની સલાહ આપી છે. એક શક્યતા મુજબ ચીનની પાસે હાલ લગભગ 250 પરમાણુ બોમ્બ છે. ચીન જો 1000 પરમાણુ બનાવે છે તો તેને મોટા પ્રમાણમાં યુરેનિયમની જરૂર પડશે. અને જે લદ્દાખના પહાડોમાંથી આસાનીથી મળી રહે છે. અને એટલે જ ચીનની નજર લદ્દાખમાં છે અને તેથી જ આ વિસ્તારમાં વારંવાર ચંચુપાત કરીને, ઘૂસણખોરી કરીને પોતાનો હક્ક જમાવવા માગે છે. જો કે હિમાલય જેટલા જ મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતા ભારતીય સેનાના શૌર્યને કારણે તે ક્યારેય શક્ય નહીં બને. અને ચીનની મેલી મુરાદ મનમાં જ રહી જશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!