GSTV

ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ યુદ્ધ કરી તડામાર તૈયારીઓ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ સાથે જોડાયું

ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ પોતાની યુદ્ધની તૈયારીઓ વધારી દીધી છે. અમેરિકાના ફાઇટર જેટ, સ્ટ્રેટેજીક પરમાણુ બોમ્બ, ન્યૂક્લિયર સબમરીન અને એરક્રાફ્ટ કેરિયર હુમલાનો અભ્યાસ કરી રહ્યા છે. આ યુદ્ધાભ્યાસને ગ્લોબલ થંડર-21 નામ આપવામાં આવ્યું છે. જેમાં અમેરિકાની સાથે બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની નેવી પણ ભાગ લઇ રહી છે. તાજેતરના દિવસોમાં દક્ષિણ ચીન સાગર અને હિંદ મહાસાગરમાં અમેરિકા અને ચીન વચ્ચે ગરમા ગરમી વધી ગઇ છે.

ગ્લોબલ થંડર-21 યુદ્ધાભ્યાસને યૂએસ સ્ટ્રેટેજીક કમાન્ડે આયોજીત કર્યો છે.આ દરમિયાન અમેરિકન સેના કોઇ પણ નિશ્ચિત લક્ષ્યની વિરૂદ્ધ પરમાણુ હુમલો કરવા અને તેનાથી બચવાની તૈયારીઓની તપાસ કરી રહી છે.. આ યુદ્ધાભ્યાસમાં પરમાણુ હુમલો કરવામાં સક્ષમ અમેરિકાના બી-52 સ્ટ્રેટેજીક બોમ્બર, બી-1બી બોમ્બર, બી-ટુ સ્પ્રિટ સ્ટીલ્થ બોમ્બર પોતાની તાકાત બતાવી રહ્યા છે. અમેરિકાએ તાજેતરમાં જ પોતાની બી-1બી બોમ્બર વિમાનની એક ટુકડીને ચીનની નજીક ગુઆમમાં તૈનાત કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ 39 વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોર્પોરેશને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કર્યા જાહેર, જાણો સમગ્ર લીસ્ટ

Nilesh Jethva

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!