GSTV

ચીન-અમેરિકાના વેપાર યુદ્ધથી ભારતને લાભના એંધાણ

Last Updated on April 7, 2018 by

ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં મુશ્કેલીનો તબક્કો શરૂ થાય તેવી વકી છે. પરંતુ ભારત માટે સ્થિતિ અલગ હોઇ શકે છે. જાણકારોનું માનવું છે કે બંને દેશ વચ્ચેના વ્યાપાર યુદ્ધથી ભારત માટે લાભની સ્થિતિ ઉભી થશે. ચીનના ઇકોનોમિક ગ્રોથ અને સ્થાનિક રાજનીતિને સ્થિર રાખવા માટે ભારત સાથે વ્યાપારની ચીનને જરૂર પડશે.

પોતાના વેપારને બચાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શરૂ કરવામાં આવેલી નવી જંગ એટલે કે વેપાર યુદ્ધ વધુ ઘેરૂ બન્યું છે. ચીને પણ હવે અમેરિકાની વિરૂદ્ધ ટ્રેડ વોર છેડી દીધુ છે. પરંતુ આ યુદ્ધથી દુનિયાભરના લોકો ટેન્શનમાં મુકાઇ ગયા છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ યુદ્ધથી ભારતને ફાયદો પહોંચવાની સંભાવના છે. દુનિયામાં ઉત્પન્ન થનારી ઘણી કોમોડિટીનું ચીન સૌથી મોટુ ગ્રાહક છે. જ્યારે કે અમેરિકા ઘણી કોમોડિટીનો સૌથી મોટો ઉત્પાદક છે અથવા તો નિકાસકાર છે.

ચીન અને અમેરિકામાં ડિમાન્ડમાં રહેતી ઘણી કોમોડિટીનું ભારત પણ મોટાપાયે ઉત્પાદન થાય છે. તેવામાં બંને દેશોની વચ્ચે જેમ જેમ વેપાર યુદ્ધ વધુ ઘેરૂ બનશે તેમ તેમ ભારતને તેનો ફાયદો મળી શકે છે. ચીન દુનિયાભરમાંથી સોયાબીન, ચોખા અને કપાસની સૌથી વધુ આયાત કરે છે. જ્યારે કે અમેરિકા સોયાબીનનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવાની સાથે કપાસનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ચોખાની નિકાસમાં પણ અમેરિકા મોટો હિસ્સો ધરાવે છે. તો બીજી તરફ ભારત દુનિયાભરમાં કપાસનો સૌથી મોટો અને ચોખામાં બીજા નંબરનો ઉત્પાદક દેશ છે. સાથે ભારતીય સોયાબીન ઉદ્યોગ પણ સોયાબીન ઉત્પાદનોની નિકાસ વધારવા માટે ચીનના દરવાજા ખુલતા જોવા ઇચ્છે છે.

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!