GSTV

ભારત-ચીન તણાવ/ રાજનાથ સિંહના નિવેદનથી કપટી ચીનના પેટમાં રેડાયું તેલ, ચીની મીડિયાએ આપી આ ધમકી

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મંગળવારે લોકસભામાં ચીનને ચેતવણી આપવામાં આવી હતી કે ભારતીય સૈન્ય દરેક મુશ્કેલીઓ માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મંગળવારે ચીન મુદ્દા પર લોકસભામાં સત્તાવર રીતે નિવેદન આપ્યું હતું. સાથે સાથે કપટી ચીનને ચેતવણી પણ આપવામાં આવી હતી કે ભારતીય સૈન્ય દરેક મુશ્કેલીઓ માટે તૈયાર છે.

ભારતીય સૈન્ય દરેક મુશ્કેલીઓ માટે તૈયાર

હવે આ નિવદેન પર ચીની મીડિયાની પ્રતિક્રિયા આવી છે. ચીનનું ગ્લોબલ ટાઇમ્સનું નિવેદન આવ્યું છે કે ભારતના સંરક્ષણ પ્રધાનનું નિવેદન ઉશ્કેરણી કરવા વાળું છે અને તેનાથી સરહદ પર શિયાળામાં તણાવ વધી શકે તેવી શક્યતાઓ છે.

સરહદ પર શિયાળામાં તણાવ વધી શકે તેવી શક્યતાઓ

આ માટે ચીને ભારતની ઘટતી જીડીપી, બેરોજગારીની સમસ્યાનું કારણ આપ્યું છે. જેમ ભારતીય સૈન્ય પાકિસ્તાનની સરહદ પર નાની નાની લડાઇમાં વ્યસ્ત છે, ત્યારે આવી જ સ્થિતિ ચીન સરહદ પર પણ સર્જાઇ શકે છે. આવી સ્થિતિમાં ચીની સેનાએ તૈયાર રહેવું જોઈએ.
નોંધપાત્ર વાત એ છે કે ભારતે સરહદ પર શિયાળાની તૈયારી શરૂ કરી દીધી છે. સૈન્ય દ્વારા સતત માલ એકત્રિત કરવામાં આવી રહ્યો છે, સૈનિકો માટે શિયાળાનાં કપડાં-ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચીન મે મહિનાથી સરહદ પર છે, આવી સ્થિતિમાં આ મુદ્દાનો ઉકેલ જલ્દીથી દેખાતો નથી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ આ જ સંકેત આપ્યા હતા.

READ ALSO

Related posts

ફફડાટ/ કોરોના વેક્સિન નહીં શોધાય તો વકરશે: 400 કરોડ લોકોને લાગશે ચેપ, 30 કરોડનાં થશે મોત

Ankita Trada

જમ્મૂ-કશ્મીરને મોદી સરકારની ભેટ : 1350 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર, વિજળી, પાણી બીલમાં આપ્યું તોતિંગ ડિસ્કાઉન્ટ

Ankita Trada

કોરોના: ઘરથી એક કિલોમીટર દૂર જવા પર આ દેશે પ્રતિબંધ લગાવ્યો, 7 દેશોમાં કોરોનાના કેસ બમણા થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!