GSTV
India News ટોપ સ્ટોરી

લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાનાં વિરોધમાં ઉતરેલા ચીનને ભારતે આપ્યો આ જવાબ

ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાનું આહ્વાન કરતાં ચીને મંગળવારે કાશ્મીરની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યુ હતુકે, તેમણે હાલની સ્થિતિને એકપક્ષીય રીતે બદલવાના તથા બંને દેશોની વચ્ચે તણાવ વધવાના પગલાથી બચવું જોઈએ. ચીને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના પગલાં માટે ભારતનો વિરોધ કર્યો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના નિર્ણયનો ચીન દ્વારા કરાયેલા વિરોધનો જવાબ આપ્યો છે. ભારત સરકારે ચીનના વિરોધ પર જણાવ્યું કે આ ભારતની આંતરિક બાબત છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે ભારત અન્ય દેશોની આંતરિક બાબતોમાં ટીપ્પણી કરતું નથી.અને આ પ્રકારની આશા અન્ય દેશો પાસે પણ રાખે છે. આ પહેલા ચીને લદ્દખને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય અસ્વિકાર્ય ગણાવ્યો. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેચવાની પ્રક્રિયા સામે ચીને વાંધો લીધો છે.

READ ALSO

Related posts

કર્ણાટકમાં બજરંગ બલીનો જાદુ ના ચાલ્યો, તેથી ઔરંગઝેબને લઈને રાજકારણ કરી રહ્યા છે :સંજય રાઉતના ભાજપ પર પ્રહારો 

Padma Patel

અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Padma Patel

નેપાળ/ કાઠમંડુના મેયરે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવ્યો, હિમાચલથી માંડીને બિહાર સુધીના વિસ્તાર પોતાના ગણાવ્યા 

Padma Patel
GSTV