GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ચીને હવે માન્યુ, વુહાનનાં જંગલી જીવોનાં બજારથી નથી ફેલાયો Corona

ચીને વુહાન ખાતેના વેટ માર્કેટમાંથી Corona વાયરસ નથી ફેલાયો તેવું જાહેર કર્યું છે. ચીનના સેન્ટર ફોર ડીસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર ગાઓ ફૂએ જણાવ્યું કે, ‘શરૂઆતમાં અમે માનતા હતા કે કદાચ સી-ફુડ માર્કેટમાંથી વાયરસ આવ્યો પરંતુ હવે સમજાયું કે માર્કેટ કારણ વગર જ વિક્ટિમ બન્યું છે. નોવલ Corona વાયરસ પહેલેથી જ અસ્તિત્વ ધરાવતો હતો.’ હાલ Corona વાયરસ ક્યાંથી ફેલાયો તેનું સંશોધન ચાલી રહ્યું છે.ગાઓ ફૂના કહેવા પ્રમાણે તેઓ જાન્યુઆરી મહીનાની શરૂઆતમાં વુહાન ગયા હતા અને તેમને કોઈ જીવના સેમ્પલમાં વાયરસ નહોતો મળ્યો. ચીની વૈજ્ઞાનિકો વાયરસની ઉત્પત્તિ જાણવા તનતોડ મહેનત કરી રહ્યા છે. Corona વાયરસનો કહેર સામે આવ્યો ત્યારથી ચીન જંગલી જીવોના માર્કેટમાંથી વાયરસ ફેલાયો તેવું કહેતું આવ્યું હતું.

વુહાન ખાતેનાં માર્કેટમાંથી નથી ફેલાયો Corona

જોકે અમેરિકા સહિત અન્ય અનેક દેશો Corona વાયરસ વુહાનના માર્કેટથી થોડે દૂર આવેલી વાયરોલોજી ઈન્સ્ટિટ્યુટની લેબમાંથી લીક થયાનો આરોપ મુકતા આવ્યા છે. Corona વાયરસના ફેલાવા બાદ ચીને વુહાન ખાતેના જંગલી જીવોના માર્કેટને બંધ પણ કરી દીધું હતું. સમગ્ર વિશ્વ ચીનને શંકાશીલ નજરે જોઈ રહ્યું હતું અને તેણે કથિત રીતે જીવોમાંથી મળેલા વાયરસના સેમ્પલ કે તેના સાથે સંકળાયેલા ડેટા વિશ્વ સમક્ષ શેર નહોતા કર્યા. હવે ચીનના સેન્ટર ફોર ડીસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર ગાઓ ફૂએ વુહાન ખાતે આવેલા માર્કેટના જીવોના સેમ્પલમાં કોઈ વાયરસ નહોતો મળ્યો તેમ સ્વીકારી લીધું છે. ગાઓ ફૂ ચીનના પ્રમુખ મહામારી નિષ્ણાંત છે અને સાથે જ દેશના પ્રમુખ રાજકીય સલાહકાર સમૂહના સદસ્ય પણ છે.

Corona જેટલો કોઈ વાયરસ ખતરનાક ન હતો

અગાઉ વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ડિરેક્ટર વાંગ યાનયીએ લેબમાંથી વાયરસ લીક થયો હોવાની થિયરીને ખોટી ઠેરવી હતી. એક કેસ સ્ટડીમાં પણ ચીનમાં Coronaથી સંક્રમિત શરૂઆતના 41 લોકોમાંથી માત્ર 27 લોકો જ માર્કેટ સાથે કનેક્શન ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. જોકે નિષ્ણાંતોના મતે ચીનના નવા ખુલાસાથી મૂંઝવણોનો અંત આવવાની જગ્યાએ તે વધી ગઈ છે. ગાઓ ફૂએ અગાઉ પણ કોવિડ 19 પહેલા 6 કોરોના વાયરસથી માણસો સંક્રમિત થયા હતા તેમ જણાવેલું. જોકે પહેલાનો કોઈ વાયરસ Corona જેટલો ખતરનાક નહોતો.

READ ALSO

Related posts

જલાલપોરમાં પોણા પાંચ ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

Nilesh Jethva

છાણમાંથી પણ પશુપાલકોને રૂપિયા મળશે, એક કિલોના દોઢ રૂપિયાના ભાવે સરકાર કરશે ખરીદી

Pravin Makwana

મહારાષ્ટ્રમાં ફડણવિસના વળતાં પાણી, પંકજા-ખડસેને મનાવવા માટે દિલ્હીથી લીલીઝંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!