GSTV
Home » News » ૧૨ વર્ગ કિલોમિટરમાં ફેલાયેલું વિશાળ જળસરોવર નકશા પરથી ગાયબ, પાણીને બદલે દેખાયો ખાડો

૧૨ વર્ગ કિલોમિટરમાં ફેલાયેલું વિશાળ જળસરોવર નકશા પરથી ગાયબ, પાણીને બદલે દેખાયો ખાડો

લેટિન અમેરિકી દેશ ચિલીમાં જળવાયુ પરીવર્તનની માઠી અસર જોવા મળી રહી છે. આ દેશનું વિશાળ આકુલિયા લેક ગાયબ થઇ ગયું છે. ચિલીની રાજધાની સાન્ટિયાગોથી થોડે દૂર જુના નકશાઓ અને તસ્વીરોમાં  આ સરોવરના પાણીનો પ્રવાહ નિદર્શિત જોવા મળે છે. શહેરી લોકો  સુધી શિયાળા દરમિયાન લેક આકુલિયામાં સ્કિઇંગ અને ઉનાળામાં સર્ફિગ, સ્વીમિંગ માટે વર્ષ ૨૦૧૧ સુધી આવતા હતા પરંતુ ૨૦૧૯માં આ સરોવરનું નકશા પર નામોનિશાન જોવા મળતું નથી.

સળંગ બે દિવસ પણ વરસાદ પડતો નથી.

૧૨ વર્ગ કિલોમિટરમાં ફેલાયેલા પાણીના જથ્થાના સ્થાને સૂકાયેલા પાણીનો વિશાળ ખાડો જોવા મળે છે.  સ્થાનિકોનું માનવું છે કે અગાઉ આ સરોવર કયારેય સુકાયું હોય તેવું બન્યું નથી. છેલ્લા ૧૦ વર્ષમાં આમ થવા માટે વૈજ્ઞાાનિકો જળવાયુ પરીવર્તનને જવાબદાર ગણે છે. વડીલોનું માનવું છે કે એક સમયે સળંગ અઠવાડિયા સુધી મુશળધાર વરસાદ વરસતો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં હવામાન બદલાયું હોવાથી સળંગ બે દિવસ પણ વરસાદ પડતો નથી. એક માહિતી મુજબ ૧૯૮૦માં ચીલી દેશમાં વાર્ષિક ૩૫૦ મિલી વરસાદ થતો હતો જે હવે ઘટીને ૧૭૫ મિલીથી વધારે પડતો નથી. ચિલીમાં જયાં માનવ વસાહત વધારે રહે છે એવા સ્થળે ૭૦ ટકા લોકો ઘટતા જતા વરસાદથી અસરગ્રસ્ત બન્યા છે. જો આ સ્થિતિ રહી તો ૨૦૩૦ સુધીમાં ચિલીના કુદરતી જળસ્ત્રોતોમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થવાની ચેતવણી અપાઇ છે.

યૂરોપ, એશિયા અને આફ્રિકા ખંડના દેશો પણ જળવાયુ પરીવર્તનથી પરેશાન

જો કે જળવાયુ પરીવર્તનની આ પરીસ્થિતિ માત્ર ચિલી જ નહી  દક્ષિણ અમેરિકા, યૂરોપ, એશિયા અને આફ્રિકા ખંડના અનેક દેશો પણ પ્રતિકાર કરી રહયા છે. અમેરિકાના કેલિફોર્નિયાએ તો છેલ્લા બે દસકાથી વારંવાર અછતનો સામનો કરે છે. ૨૦૧૯ની શરુઆતમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં મોટી સંખ્યામાં વન્ય જીવો પાણીના અભાવે તરસ્યા રહયા હતા. ભારતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરનું દાલ સરોવર સતત સંકોચાતું જાય છે. આફ્રિકી દેશ ચાડમાં ૪૦ હજાર વર્ગ મિલીમાં ફેલાયેલું સરોવર ઘટીને માત્ર ૫૨૦ વર્ગ મિલી થઇ ગયું છે. ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની વચ્ચે આવેલું આવેલ અરાલ સાગર એક સમયે ૨૬ હજાર વર્ગ મિલીમાં ફેલાયેલો હતો જે  હવે માત્ર ૧૦ ટકા વિસ્તારમાં બચ્યો છે.

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!