GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બાળકોમાં મેદસ્વીપણાની મોટી સમસ્યા, ચીન પહેલા નંબર પર અને…

ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં શરીર વધવાની સમસ્યા વધી રહી છે. એવું નથી કે મેદસ્વીતા મોટી ઉંમરના લોકોમાં જ જોવા મળે છે, મોટી સંખ્યામાં નાના બાળકોમાં પણ શરીર વધવાનું કારણ જોવા મળે છે. વૈશ્વિક સ્તર પર લગભગ બે અરબ બાળકો અને વયસ્કો આ સમસ્યાથી પીડાય છે.

બાળકોમાં શરીર વધવાની સમસ્યામાં ચીન પહેલા સ્થાન પર છે. ત્યાર બાદ ભારતનો બીજો નંબર છે. ભારતમાં 1.44 કરોડ બાળકોનું વજન વધુ છે. એક શોધ મુજબ, દુનિયાની આબાદીનો અડધો ભાગ એટલે કે 2045 લોકોનું વજન વધુ છે. બોડી માસ ઈન્ડેક્સ દરમિયાન જાડાપણાની ઓળખાણ થઈ શકે છે. 85 ટકાથી 95 ટકા સુધી બીએમઆઈ વાળા બાળકોનું વજન વધુ હોવાનું જાણવા મળ્યું છે.

જાડા અને વધુ વજન વાળા બાળકોને ડાયાબિટીસ અને હૃદય સંબંધી બીમારીઓ જલદી લાગુ પડે છે. બાળકોમાં જાડાપણું વ્યસ્ક કરતાં વધુ જોવા મળે છે. દેશમાં આ પ્રકારના બાળકોની સંખ્યા વધુ જોવા મળે છે. આ વર્ષે બાળકોના લગભગ એક કરોડથી પણ વધુ કેસ સામે આવ્યા છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયાના વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં જિન્સ શોધ્યા છે.

શોધ અનુસાર, એફટીઓ જિન્સ જેમાં સિંગલ ન્યૂક્લિયોટાઈડ પોલિમોર્ફિજ્મ કહે છે કે આનાથી બાળકોના ખાના-પાનને નુકસાન થાય છે. આ શોધમાં મુજબ 5 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીના બાળકો વધુ કેલરી ગ્રહણ કરે છે. એવામાં આગળ જતાં તેમનું વજન વધવાની સંભાવના વધી જાય છે.

શરીરનું વજન વધવાનું કારણ જંક ફૂડ, તેમાં રહેલા મસાલા, ફેટ અને કોલેસ્ટ્રોલથી પણ વજન વધી શકે છે. જ્યારે ટીવી, ઈન્ટરનેટ, કમ્પ્યૂટર, મોબાઈલ ગેમ્સનો વધુ પડતો ઉપયોગ બાળકોને શારીરિક શ્રમથી દૂર રાખે છે અને તેમનું વજન વધે છે.

Read Also

Related posts

આગામી વર્ષે યોજાનાર મહિલા World Cupને લઈ ICC નો લીધો આ મોટો નિર્ણય !

Ankita Trada

VIDEO: હવે આને કોણ સમજાવે, જુઓ તો ખરા લાઈવ રિપોર્ટીંગમાં કેમેરાની સામે આવી શું કરે છે આ ટેણીયું

Pravin Makwana

ટાપૂ પર ચીનની નજર, યુદ્ધાભ્યાસના અહેવાલોની વચ્ચે તાઈવાને તૈનાત કરી એન્ટી-શિપ મિસાઈલથી લેંસ F-16 ફાઈટર 

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!