GSTV

તમારા બાળકોને સ્પેશીયલ ફીલ કરાવવા માગો છો, તો આજે જ બનાવો ‘છોલા ટીક્કી ચાટ’

ઘણીવખત જોવામાં આવ્યુ છે કે, ઘણી વખત બાળકોને સ્પેશિયલ ફીલ કરવવા માટે માતા-પિતા તેમનુ મનપસંદ કાર્ય કરતા હોય છે. આ સ્થિતિમાં તેમના માટે મનપસંદ વાનગીઓ બનાવીને પણ તે દિવસને ખાસ બનાવી શકાય છે. તો આજે અમે તમારા માટે ‘છોલા ટીક્કી ચાટ’ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ જે બાળકોને ખૂબ જ પસંદ આશે. તો ચાલો જાણીએ આ રેસિપિ વિશે…

જરૂરી સામગ્રી

  • છોલે ચણા- 1 કપ
  • ગાજર- 1
  • ઝુકિની- 1
  • ડુંગળી- 1
  • ટમેટું- 1
  • લીલા મરચા- 2
  • તેલ- 2 ચમચી
  • દહીં- 1 કપ
  • મીઠું સુકું આદુ- 2 ચમચી
  • લીલી ચટણી- 2 ચમચી
  • મીઠું- સ્વાદ પ્રમાણે

બનાવવાની રીત

  • સૌ પ્રથમ છોલે ચણાને 3થી 4કલાક માટે પાણીમાં પલાળી દો.
  • ત્યારબાદ મિક્સરમાં થોડુ પાણી લઈ ચણાની પેસ્ટ બનાવી લો.
  • ગાજર, ઝુકીની, ડુંગળી, ટમેટુ અને લીલા મરચાને છોલેની પેસેટમાં ભેળવી દો.
  • ત્યારબાદ મીઠું નાખીને સારી રીતે ભેળવી ગરમ તવા પર નાની નાની ટીક્કી બનાવી બંને તરફ તેલ લગાવી સારી રીતે શેકી લો.
  • બાદમાં દહીં, સૂંઠ અને ચટણી નાખી પીરસી દો.
  • તો તૈયાર છે બાળકો માટે ગરમા-ગરમ છોલા ટીક્કી ચાટ.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!