GSTV
Home » News » બાળકોને મફતમાં મળશે શિક્ષણ, 31મીઅે સુપ્રીમ લેશે દેશનો સૌથી મોટો નિર્ણય : સરકાર બદલશે અેક્ટ

બાળકોને મફતમાં મળશે શિક્ષણ, 31મીઅે સુપ્રીમ લેશે દેશનો સૌથી મોટો નિર્ણય : સરકાર બદલશે અેક્ટ

ગુજરાતમાં સ્કૂલ ફી મામલે ધમાસણ મચી છે. ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સ્કૂલો સામે  પગલાં ભરવામાં ઉણો ઉતરી રહ્યો છે. અેફઅારસીના નિયમો અનુસાર ફી મામલે પણ સ્કૂલો પોતાની દાદાગીરી ચલાવી રહી છે ત્યાં શિક્ષણક્ષેત્રે અેક મોટો ચૂકાદો 31મી અોક્ટોબરે અાવે તેવી સંભાવના છે. જો સુપ્રીમે હામી ભરી તો દેશના શિક્ષણક્ષેત્રે મોટી કામયાબી ગણાશે. શિક્ષણ અે દિવસે ને દિવસે મોંધું થઈ રહ્યું છે. હાલની સ્થિતિમાં મધ્યમવર્ગને બાળકને ભણાવવું અે પોષાય તેમ નથી તો ગરીબ વર્ગ તો સ્કૂલની ફી ભરી શકે તેવી સ્થિતિમાં જ નથી. સુપ્રીમ અા બાબતે મોટી રાહત અાપી શકે છે. ગરીબોના બાળકોને પણ શિક્ષણનો અધિકાર હોવાનું સુપ્રીમના નિર્ણય બાદ સ્પષ્ટ થઈ જશે. અા ચૂકાદો ગુજરાતના શિક્ષણક્ષેત્રે પણ મોટી અસર કરશે. હાલમાં શિક્ષણ અે અતિ અગત્યનું છે. બાળકના વિકાસમાં અભ્યાસનું ઘણું મહત્વ છે. સુપ્રીમના નિર્ણય બાદ ગરીબ બાળકોને ભણવાનો મોકો મળશે.

ખાનગી શાળાઓમાં ઓછી આવકવાળા અને ગરીબ વર્ગના બાળકોને ૧૨માં ધોરણ સુધી મફત શિક્ષણ મળી શકે છે. આના માટે કેન્દ્ર સરકાર શિક્ષણ અધિકાર કાનુન (RTE Act) માં ફેરફાર કરવા વિચારી રહી છે. કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં આ માહિતી આપી છે. સરકારના આ પગલાથી લાખો બાળકોને લાભ મળશે. ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ વી કામેશ્વર રાવની બેંચ સમક્ષ કેન્દ્ર તરફથી વકીલ જસમીત સિંહે બિન સરકારી સંગઠન સોશ્યલ જયુરીસ્ટ તરફથી કરવામાં આવેલ  જનહિત અરજીના જવાબમાં આ માહિતી આપી હતી.

અરજીમાં EWS વર્ગ અને વંચીત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે શિક્ષણના અધિકાર અધિનિયમ -૨૦૦૯માં ફેરફાર કરવાની માંગણી કરાઇ છે. અત્યારે આ કાયદામાં ફકત ૮ ધોરણ સુધી મફત શિક્ષણની જ જોગવાઇ છે. જસમત સિંહે કહયું કે અરજદારની માંગ વ્યાજબી  છે. કોર્ટે આ મામલાની હવે પછીની સુનાવણી ૩૧ ઓકટોબરે રાખી છે. અરજદારની માંગ અને દલીલો અરજદાર તરફથી વકીલ અશોક અગ્રવાલે કોર્ટમાં આર.ટી.ઇ. કનિદૈ કાયદાની કલમ ૧૨(૧) (સી)માં સુધારાની માંગણી કરી હતી. તેમણે કહયું કે આ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં EWS  વર્ગના બાળકોને ફકત ૮ ધોરણ સુધી જ મફત શિક્ષણ આપવાની જોગવાઇ છે.

અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે કેટલીક ખાનગી શાળાઓ EWS  વર્ગના બાળકો પાસે ૮ માં ધોરણ પછી અભ્યાસ ચાલુ રાખવામાં ફી આપવાનું લાકિઅ કહી રહી છે. વકીલ અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે આ કાયદામાં ફરેફાર કરીને ૧૨ ધોરણ સુધી મફત શિક્ષણની જોગવાઇ નહીં કરવામાં આવે તો આ કાનુનનો મકસદ પુરો નહીં થાય.

ગુજરાતમાં 1.05 લાખ છાત્રોને મળે છે RTE હેઠળ પ્રવેશ

RTE હેઠળ સમગ્ર રાજયમાં ૧.૦૫ લાખ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવાની જાહેરાત કરાઈ હતી. ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી, ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ ૧.૨૫ લાખ વિદ્યાર્થી પ્રવેશ માટે લાયક જણાયા હતા. તેમને બે રાઉન્ડની કાર્યવાહીમાં પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયું હતું. પ્રથમ રાઉન્ડમાં ૮૦ હજાર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો. બાકીના ૨૫ હજારને બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવનાર હતો.બીજા રાઉન્ડ માટે ૨૫ હજાર બેઠકો સામે ૪૫ હજાર વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા હતી. મોટાભાગના વાલીઓ બીજા રાઉન્ડની રાહ જોઈને બેઠા હતા. શિક્ષણ વિભાગે ૨ જૂને બીજો રાઉન્ડ જાહેર કરી દેવાશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ જૂન પૂર્ણ થયો છતાં હજુ સુધી બીજો રાઉન્ડ જાહેર થયો ન હતો.

Related posts

કોટામાં 75 વર્ષની મહિલાએ આપ્યો બાળકીને જન્મ, ચોંકી ઉઠ્યાં ડોક્ટર્સ

Kaushik Bavishi

ફિલ્મના પોસ્ટરમાં પોતાનો ફોટો જોઈ ભાજપના આ દિગ્ગજ નેતાએ આપી આ પ્રતિક્રિયા

pratik shah

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!