GSTV

ચેતવણીરૂપ કિસ્સો / મોબાઇલ પર ગેમ રમતા-રમતા બેટરીમાં થયો વિસ્ફોટ, બાળકોની થઈ આવી હાલત

Last Updated on October 28, 2021 by Zainul Ansari

મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં મોબાઈલની બેટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સમયે ત્રણેય બાળકો મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણેય બાળકો એક જ પરિવારના છે. હાલ બાળકો જોખમની બહાર છે.

મળતી માહિતી મુજબ તલૈયા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર શ્રીવાસ્તવના ઘરે બુધવારે સાંજે ત્રણ બાળકો મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. અચાનક મોબાઈલની બેટરીમાં જોરદાર ધડાકો થયો અને બેટરી ફાટી ગઈ. જેના કારણે ત્રણ બાળકો 11 વર્ષીય સુમિત, 7 વર્ષીય ગૌરવ અને 6 વર્ષીય રમણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

બ્લાસ્ટના અવાજથી ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોના માતા-પિતા એમ્બ્યુલન્સની મદદથી બાળકોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેટરીના ટુકડા બાળકોના શરીરમાં પણ જતા રહ્યા હતા, જેને ડોક્ટરોએ સારવાર દરમિયાન બહાર કાઢ્યા હતા. હાલ બાળકો સુરક્ષિત છે.

Read Also

Related posts

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

pratik shah

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!