મુંબઈમાં બાળકોની કબૂતરબાજીના પ્રકરણમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના 7 બાળકોને લઈને તપાસ કરતા ઘટસ્ફોટ થયો છે કે બાળકની તસ્કરી નહી પણ બાળકને અમેરિકા ગેરકાયદે સ્થાયી માતાપિતા પાસે મોકલવામાં આવતા હતા. નોંધનીય છે કે નવેમ્બર 2017માં બે ફેબ્રુઆરી 2018માં 3 બાળકને મોકલવામાં આવ્યા.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આ મામલે મુંબઈ જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે માતાપિતા અમેરિકામાં ગેરકાયદે વસે છે. તેના બાળકોને અમેરિકા મોકલવા માટે અમેરિકામાં જ કાયદેસર વસતા માતાપિતાના સંતાન બનાવી તેના નામે મોકલવામાં આવતા હતા. મહત્વની વાત તો એ છે કે નકલી દસ્તાવેજ બનાવવા માટે મેકઅપનો પણ સહારો લેવામાં આવતો હતો. જેમાં આરોપી રાજેશ હિંદુ બાળકોને મુસલમાન બનાવી અમેરિકા કેરિયર મારફતે મોકલતો હોવાનો ખુલાસો થયો છે. આગામી સમયમાં મુંબઈ પોલીસ તપાસ માટે મહેસાણા આવશે.