GSTV
Home » News » વરસાદી થાંભલાના ખુલ્લા વાયરના કારણે થયું બાળકનું મોત

વરસાદી થાંભલાના ખુલ્લા વાયરના કારણે થયું બાળકનું મોત

લાંભા ગામમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં ગઇકાલે રાત્રે વીજ કરંટ લાગતા દસ વર્ષનું બાળક મોતને ભેટયું હતું. નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વરસાદી પાણીમાં ઇલેકટ્રીક થાંભલા જીવતા વાયરો હતા.

જેથી પાણીને અડતાની સાથે બાળક કરંટ લાગતાં બેહોશ થઇ ગયો હતો ઘરે લઇ જતાં ગણતરીના મિનિટોમાં મોતને ભેટયો હતો. આ કેસની વિગત એવી છે કે લાંભા ગામ ભમ્મરિયા કૂવા પાસે આવલા કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ-૧માં રહેતા જયમીન રાકેશભાઇ ભાવાસાર (ઉ.વ.૧૦)નું કરંટ લાગતા મોત થયું હતું.

આ બનાવ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેટર આર.એ.જાદવના જણાવ્યા મુજબ સોસાયટીના કોમન પ્લોટમાં ગઇકાલે રાત્રે બાળકો રમતા હતા. જ્યાં ઇલેકટ્રીકના થાંભલા આસપાસ વરસાદનું પાણી ભરાયેલું હતું. આ પાણીમાં જીવતો વીજ વાયર ખુલ્લો હતો જેથી કરંટ પાણીમાં પસાર થયો હતો.

બાળક રમતા રમતા પાણીમાં જતાંની સાથે શરીરે કરંટ લાગ્યો હતો. બુમાબુમ થતાં સ્થાનિક લોકોએ બાળકને લાકડાની મદદથી પાણી બહાર કાઢ્યો હતો. કરંટના કારણે બાળક બેહોશ થઇ ગયું હતું. આ બનાવની જાણ થતાં બાળકના પરિવારજનો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં તેને પોતાના ઘેર લઇ ગયા હતા, જ્યાં બાળકનું મોત થયું હતું.

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘટનામા ઇલેકટ્રીક થાંભલાના જીવતા વાયરો હતો અને થાંભલાની ફરતે વરસાદના પાણી ભરેલા હતા જેથી સોસાયટીના સંચાલકો આ વાતથી વાકેફ હતા કે કેમ, ઇલેકટ્રીક કંપની બેદરકારી છે કે કેમ તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!