GSTV
Gujarat Government Advertisement

ભયંકર બેરોજગારી: 20 વર્ષ બાદ પહેલી વાર વધ્યુ બાળમજૂરીનું પ્રમાણ, દર 10માંથી એક બાળક છે મજૂર

Last Updated on June 11, 2021 by Pravin Makwana

સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન સંસ્થાઓ – યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુક્ત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે ૨૦ વર્ષમાં પ્રથમ વખત દુનિયામાં બાળમજૂરીનું પ્રમાણ વધ્યું છે. મહામારીના કારણે આફ્રિકન-એશિયન દેશોના ગરીબ પરિવારોના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી બાળમજૂરોની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. દર ૧૦માંથી એક બાળક મજૂરી કરી રહ્યો છે.
યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુક્ત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે કોરોના મહામારીના કારણે દુનિયાભરના દેશોમાં લોકડાઉન થયું હતું. બીજા વર્ષે પણ લોકડાઉન કરવું પડયું હોવાથી અસંખ્ય પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા છે. એવા પરિવારના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી ૨૦ વર્ષમાં પ્રથમ વખત બાળમજૂરોની સંખ્યા વધી ગઈ છે.


યુએન સંલગ્ન સંસ્થાઓએ કહ્યું હતું કે દુનિયામાં સરેરાશ ૧૦માંથી એક બાળક મજૂરી કરે છે. દુનિયામાં અંદાજે ૧૬થી ૨૦ કરોડ બાળમજૂરો અસ્તિત્વમાં છે અને એમાંથી સૌથી વધુ બાળમજૂરો ખેતી ક્ષેત્રમાં કાર્યરત છે. ખાસ તો આફ્રિકન દેશોમાં સૌથી વધુ બાળમજૂરો કામ કરી રહ્યા છે. તે પછી એશિયન દેશોનો સમાવેશ થાય છે. આફ્રિકન દેશોના પાંચથી ૧૪ વર્ષના ૫૦ ટકા બાળકો મજૂરી કરી રહ્યા છે.
૨૦૧૬માં બાળમજૂરોની સંખ્યા વધીને ૧૫.૨ કરોડમાંથી ૧૬ કરોડ થઈ હતી. કોરોના ત્રાટક્યો તે પછી ૨૦૨૦ અને ૨૦૨૧માં એ સંખ્યા વધીને ૧૮થી ૨૦ કરોડ થઈ હોવાની શક્યતા છે. આફ્રિકાના ગરીબ પરિવારોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. આ પરિવારો ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હોવાથી બાળકોને મજૂરીમાં ધકેલી દેવામાં આવે છે.


યુનિસેફના કાર્યકારી ડિરેક્ટર હેનરિટા ફોરે કહ્યું હતું ઃ ૧૨મી જૂને વિશ્વ બાળમજૂર નિષેધ દિવસ મનાવાય છે. બાળમજૂરી નાબુદ કરવાની જાગૃતિ લાવવાના ભાગરૃપે આ દિવસ નક્કી થયો છે. તે પહેલાં દર વર્ષની જેમ યુનિસેફ આંકડાં જાહેર કરે છે. આ વર્ષે સ્થિતિ વધારે બદતર થઈ ગઈ છે. બાળમજૂરી નાબુદ કરવાનું લક્ષ્યાંક પાછું ઠેલાઈ જશે.


યુનિસેફ અને મજૂર સંગઠનના અહેવાલમાં કહેવાયું હતું કે ૨૦૨૫ સુધીમાં બાળમજૂરી સાવ નાબુદ થાય તે દિશામાં પ્રયાસો શરૃ થયા છે. કોરોના મહામારીના કારણે બધા દેશો માટે બાળમજૂરી નાબુદ કરવાનો પડકાર વધારે વિકટ બનશે. શાળા-કોલેજો બંધ હોવાથી પણ બાળમજૂરીનું પ્રમાણ વધ્યું છે. જો શાળાઓ ફરીથી શરૃ થશે તો ઘણાં બાળકો બાળમજૂરીમાંથી મુક્ત થશે.યુનિસેફે બધા જ દેશોની સરકારોને બાળમજૂરી નાબુદ કરવા વિશેષ પ્રયાસો કરવાની વિનંતી કરી હતી અને બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!