GSTV

શું તમારું બાળક ભણવાથી દૂર ભાગી રહ્યુ છે, તો આ 5 ટિપ્સ અપનાવશો તો થશે ફાયદો

Last Updated on August 24, 2020 by pratik shah

ઘણીવાર બાળકો ભણતરથી ભાગવાનું શરૂ કરે છે અને તેનાથી બચવા માટે કોઈ બહાનું બનાવતા રહે છે. જો તમારું બાળક પણ અભ્યાસથી દૂર ભાગે છે, તો પછી કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. આમતો સામાન્ય રીતે, બાળકો અભ્યાસમાં રસ લે છે, પરંતુ શાળા અથવા ઘરના અમુક સંજોગોને લીધે, ધીમે ધીમે તેઓ અભ્યાસથી દૂર થવા લાગે છે . તેથી, સૌ પ્રથમ એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે બાળક કેમ અભ્યાસથી દૂર ભાગી રહ્યું છે. ઘણાં કારણો છે, જે બાળકોને અભ્યાસથી દૂર રાખે છે. અભ્યાસમાં બાળકોની રુચિ સરળતાથી જગાડી શકાય છે. એકવાર બાળકોનું મન વાંચવામાં લાગવા લાગશે,તો પછી કહેવાની જરૂર નથી.

ભણવા માટે દબાણ ન કરવુ

ઘણીવાર એવું જોવા મળ્યુ છે કે, માતા-પિતા બાળકો પર ભણવા માટે દબાણ કરવાનું શરૂ કરે છે. ઘણી વખત જ્યારે બાળક કોઈ બીજા કામમાં વ્યસ્ત રહે છે, ત્યારે માતાપિતા તેને વારંવાર વાંચવાનું કહે છે. આવી સ્થિતિમાં, બાળક ભણવા માટે તો બેસશે, પરંતુ તેનું મન ભણવામાં લાગશે નહીં. તે એક પ્રકારનું દબાણ અનુભવે છે અને તેનાથી તેનો અભ્યાસ તરફનો રસ ઓછો થશે. તેથી, બાળકોને ક્યારેય અભ્યાસ માટે દબાણ ન કરો.

ભણવા માટે સમય નક્કી કરો

બાળકોના શિક્ષણ માટે સમય નક્કી કરવો જોઇએ. આજકાલ બાળકો ઉપર સ્કૂલનો અને હોમવર્કનું ઘણું દબાણ રહે છે. ઘરે ટ્યુશનમાં અને કોચિંગ ક્લાસમાં પણ ઘણા બાળકો જાય છે. આનાથી તેમને અન્ય કાર્યો માટે ઓછો સમય મળે છે. આને ધ્યાનમાં રાખીને, ઘરે તેમના અભ્યાસ માટે એક સમય નક્કી કરવો જોઈએ. બાળકોના ભણવાનો સમય નક્કી કરતા પહેલા આ વિશે વાત તેમની સાથે વાત કરવી જોઈએ. આ સાથે , બાળકો તેમની જવાબદારી સમજીને વાંચન કરશે.

અભ્યાસ માટે યોગ્ય સ્થાન પસંદ કરો

બાળકોના શિક્ષણ માટે યોગ્ય સ્થાન હોવું મહત્વપૂર્ણ છે. તેમનો વાંચન માટે અલગ રૂમ હોવો જોઈએ. જો રૂમની કોઈ અલગ વ્યવસ્થા ન હોય તો, પછી તેમના અભ્યાસ માટે ખુરશી- ટેબલ અને પુસ્તકો માટે રેકની વ્યવસ્થા હોવી જોઈએ. તેમના વાંચનનું સ્થળ સ્વચ્છ અને શાંત હોવું જોઈએ.

નાના બાળકોને રમતગમતમાં શીખવો

જ્યારે બાળકો મોટા થાય છે, ત્યારે જવાબદારીની ભાવના તેમનામાં વિકસે છે. તેઓ તેમના સમયપત્રક મુજબ અભ્યાસ કરે છે, પરંતુ નાના બાળકોમાં આવું નથી. અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ જાગૃત કરવા માટે તમારે કેટલીક ટેક્નિક અપનાવવી પડશે. આજકાલ રમતમાં શિક્ષણ આપવાની તકનીક ખૂબ અસરકારક બની રહી છે. આ માટે બજારમાં અનેક પ્રકારની ચીજો પણ મળી રહે છે. આનો ઉપયોગ કરીને, બાળકો રમતગમતમાં ઘણી વસ્તુઓ શીખે છે.

અન્ય બાળકો સાથે ન કરવી જોઈએ સરખામણી

ઘણા માતા-પિતાની આદત હોય છેકે, તેઓ બીજા બાળકો સાથે પોતાના બાળકોની સરખામણી કરે છે. અને તેઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. પેરેન્ટ્સને લાગે છેકે, એવું કરવાથી તેનું બાળક વધારે ભણશે. પરંતુ તેની ખોટી અસર બાળક પર પડે છે. દરેક બાળકો એક-બીજાથી અલગ હોય છે. સરખામણી કરવાથી કોઈ નબળા સાબિત કરવથી બાળકોમાં હીન ભાવના વિકસિત થવા લાગે છે. જેની આગળ જઈને તેમની પર્સનાલિચી ડેવલોપમેન્ટ ઉપર ખરાબ અસર પડે છે. એટલા માટે એવું ક્યારેય કરવું જોઈએ નહી.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!