બાળકો હંમેશા મનથી સાચા હોય છે. તેમને કોઈપણ પ્રકારનું છલકપટ સમજમાં નથી આવતું. ના કોઈને ફાયદો કરાવવાની કોશિશ, ના નુકસાનનો ડર. આવામાં જે તેમના દિલમાં હોય છે અથવા જે તે જુએ છે તે મોઢેમોઢ કહી દે છે. એક આવા જ બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની રિપોર્ટિંગનો અંદાજ તમારુ દિલ જીતી લેશે. હાથમાં બાળકોવાળા જુગાડ- નકલી માઇક લઈને પોતાની બેસ્ટ પરફોર્મન્સ પરંતુ પરંતુ તે માઇક સાથે એકદમ સાચી રિપોર્ટિંગ કરતો જોવા મળે છે.
ટ્વિટર પેજ @UtkarshSingh_ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં, બાળક નકલી માઈક પકડીને અદ્ભુત રિપોર્ટિંગ કરી રહ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ એકદમ સાચો હતો. બાળકે સરકારી શાળામાં ફેલાયેલી અવ્યવસ્થાનો પર્દાફાશ કર્યો હતો. જ્યાં શાળામાં ના તો નળ હતો ના શૌચાલય. કેમ્પસમાં બાળકોની જગ્યા ઝાડીઓએ લઈ લીધી હતી.

નકલી રિપોર્ટરે ખોલી દીધી અસલી વ્યવસ્થાની પોલ
સોશિયલ મીડિયા પર શેર થયા બાદ એક નાના બાળકનો રિપોર્ટિંગ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં બાળકે દેશી સ્ટાઈલમાં ટી-શર્ટ અને અડધી લુંગી પહેરીને સરકારી શાળામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ શાળાના કેમ્પસથી લઈને વર્ગખંડ, હેન્ડપંપ અને શૌચાલય સુધીની વાસ્તવિકતા કેમેરા દ્વારા દરેકને બતાવવામાં આવી હતી. બાળકના રિપોર્ટિંગની લીડ એ હતી કે બાળકો આટલી અવ્યવસ્થા સાથે શાળામાં કેવી રીતે અભ્યાસ કરે છે. જ્યાં ન તો વર્ગમાં પૂરતી બેઠક વ્યવસ્થા છે કે ન તો પીવાના પાણીની કોઈ વ્યવસ્થા છે. છોકરા-છોકરીઓ માટે બનાવેલા શૌચાલય પણ તૂટેલી હાલતમાં પડેલા છે જેનો ઉપયોગ થઈ શકતો નથી. શિક્ષકો પણ ગેરહાજર રહે છે. બાળકે દરેક સમાચારની ઉંડાણ પૂર્વક રિપોર્ટિંગ કરી હતી.
नीयत सही हो तो बिना माइक थामे भी रिपोर्टिंग कर सच्चाई दिखाई जा सकती है. pic.twitter.com/rpuYVqXLqC
— Utkarsh Singh (@UtkarshSingh_) August 4, 2022
નકલી સંસાધનો, અસલી પત્રકારત્વ
આ વીડિયો એક પ્રાથમિક શાળાનો હતો. જ્યાં બાળકે જાણ કરી છે. કેમ્પસની અંદર વૃક્ષો અને છોડની સાથે ઝાડીઓ પણ ઉગી હતી. બાળકો અને શિક્ષકો પણ ગાયબ હતા. આવી સ્થિતિમાં ભારત કેવી રીતે અભ્યાસ કરશે અને ભારતનો વિકાસ કેવી રીતે થશે? આ બધા સિવાય જો બાળકની વાત કરીએ તો તેણે આટલી નાની ઉંમરમાં અદ્ભૂત રિપોર્ટિંગ કર્યું હતું. જે અંદાજને પકડવા માટે જર્નાલિઝ્મમાં અભ્યાસ સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે, તે અંદાજ અને પદ્ધતિથી બાળકે તેને સારી રીતે કર્યુ હતું. કુલ મળીને નાના બાળકની આ રિપોર્ટિંગ ખૂબ જ મજેદાર હતી.
READ ALSO:
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ
- મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો
- Viral Video : પિતા બાળકને પટ્ટા પર બાંધી રહ્યા હતા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- માણસનું બાળક છે કૂતરાનું નથી
- Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા