ગુજરાતના વડોદરા શહેરમાંથી દેહવિક્રયમાં ધકેલાઈ રહેલી બાળાઓને બચાવી લેવાઈ છે. વડોદરામાં વેશ્યાવૃત્તિ કરાવવા સગીરવયની બાળકીઓની હેરાફેરી કરતા નરાધમની ધરપકડ કરવામાં આવી છે. એક જાગૃત નાગરિકે ચાઈલ્ડ હેલ્પલાઇનને કોલ કર્યો હતો, અને કોલમાં જણાવ્યું કે એક શંકાસ્પદ યુવક 3 સગીરા સાથે સ્ટેશન વિસ્તારમાં ઉભો છે અને તેની હિલચાલ શંકાસ્પદ લાગી રહી છે.
- ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે આરોપીને ત્રણ બાળકીઓ સાથે ઝડપ્યો
- એકઆરોપી ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમને જોઈ થયો ફરાર
- ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમે ત્રણ બાળકી સહિત ઈસમને કર્યો સયાજીગંજ પોલીસને હવાલે
બાતમીના આધારે ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ સ્ટેશન વિસ્તારમાં પહોંચી
બાતમીના આધારે ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી. સ્ટેશન વિસ્કારમાં આરોપીને 3 બાળકીઓ સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ થયો હતો. સયાજીગંજ પોલીસે શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા, તે સાંભળીને પોલીસ પણ અચરજમાં પડી ગઈ હતી.
આરોપીએ પોલીસ પૂછ પરછમાં કબૂલ્યું હતું કે તે સગીરાઓને મુંબઇથી લઇને આવ્યો હતો અને ભાવનગર લઈ જઈ રહ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, શખ્સને સગીરાને પહોંચાડવા માટે કેટલું કમિશન મળતું તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ