સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થતા રહે છે, જે જોઈને ખૂબ જ આઘાત લાગે છે. ઘણા વીડિયો જોઈને તમને ખૂબ ગુસ્સો પણ આવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટના લોકો ચોંકી ગયા છે.

ચાલો હવે તમને આ વિડિયો વિશે વિગતવાર માહિતી આપીએ. સોશિયલ મીડિયા પર એક ભયાનક ફૂટેજ સામે આવ્યું છે, જેમાં ચીનમાં એક નાની છોકરી કારની બારીમાંથી નીચે પડતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી બારીમાંથી પડી જાય છે અને ડ્રાઈવરને ખબર પણ નથી પડતી.
Heights of Careless parents.#China – Child falls out of #car window in Ningbo, China. pic.twitter.com/rowxkQL62P
— Siraj Noorani (@sirajnoorani) August 3, 2022
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ચીનના શાંઘાઈથી સામે આવી છે. નિંગબો, શાંઘાઈમાં એક ટ્રાફિક ઈન્ટરસેક્શન પર એક કાર અટકે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે છોકરી બારીમાંથી ઝૂકી રહી છે અને કાર સ્ટાર્ટ થતાં જ તે અચાનક નીચે રોડ પર પડી ગઈ.
ડ્રાઇવરને ન પડી ખબર
આ વીડિયોમાં સૌથી નવાઈની વાત એ છે કે ડ્રાઈવરને યુવતીના પડવાનો ખ્યાલ પણ નથી આવતો અને તે જોયા વગર જ આગળ વધી જાય છે. તે જ સમયે, રસ્તા પર વધુ વાહનો આવે છે અને લોકો તે છોકરીને ઉપાડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ છોકરીને સામાન્ય ઈજા થઈ છે.
વાયરલ થયો વિડિયો
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સિરાજ નૂરાની નામના યુઝરે પોસ્ટ કર્યો છે. આ વીડિયો થોડા કલાકો પહેલા શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘કેરલેસ પેરેન્ટ્સ.’ આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેઓ આ બાળકીના માતા-પિતાને ઠપકો આપી રહ્યા છે.
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો