GSTV

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Last Updated on July 28, 2021 by Pravin Makwana

દારૃની કુટેવ ધરાવતા અને ચાર વર્ષ પહેલાં પત્નીથી છુટાછેડા મેળવેલા પુત્રએ જાણ કે સંમતિ વગર તેની ૧૧ વર્ષની પુત્રીને અનાથાશ્રમમાં મુકી દેતા પુત્રની માતાએ માસુમ પૌત્રીનો સર્ચ વોરંટથી કબજો અપાવવા કોર્ટ સમક્ષ માંગ કરી હતી. જેથી અનાથાશ્રમના સંચાલકોએ હાજર કરેલી માસૂમ બાળાનું નિવેદન લેવાયું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, પિતા દારુ પીને ત્રાસ આપતા હોઈ દાદી સાથે રહેવું છે. કોર્ટેે બાળાનો કબજો દાદીને આપવા હુકમ કરતા દાદી-પૌત્રીના મધુર મિલનથી ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.


ઉધના વિસ્તારમાં રહેતી ૫૪ વર્ષીય વૃધ્ધા જીજાબેને પોતાની ૧૧ વર્ષીય પૌત્રીનો રૃસ્તમપુરાના ઢીંક ચીકા હાઉસ (અનાથાશ્રમ)ના ગેરકાયદે કબજામાં રહેલી સગીર પૌત્રીનો સર્ચ વોરંટથી કબજો સોંપવા કોર્ટમાં ધા નાખી હતી. જેની સુનાવણીમાં વૃધ્ધા તરફે વિલાશ પાટીલે જણાવ્યું હતું કે જીજાબેનના સૌથી મોટા પુત્ર શાંતિલાલે બાર વર્ષના લગ્નજીવન બાદ આજથી ચાર વર્ષ પહેલાં પોતાની પત્નીથી છૂટાછેડા લીધા હતા. ત્રણ પૈકી એક સંતાનનો કબજો પત્ની પાસે તથા અન્ય બે સગીર સંતાનનો કબજો પોતાની પાસે હતો. જોકે, શાંતિલાલને દારુની લત લાગી હોવાથી તેના બંને સંતાનોનો ઉછેર વૃધ્ધ દાદી જીજાબેન કરતા હતા.


પરંતુ એકાદ મહીના પહેલા શાંતિલાલે પોતાની ૧૧ વર્ષીય પુત્રીને લાલચ આપી જીજાબેનની જાણ બહાર અનાથાઆશ્રમના હવાલે કરી દીધી હતી. ત્યાંથી પૌત્રીએ દાદીને કોલ કરીને કહ્યું હતું કે, પપ્પા મને અહી અનાથાશ્રમમાં મુકી ગયા છે, મારે તમારી સાથે રહેવું છે. જીજાબેને અનાથાઆશ્રમ પહોંચ્યા પણ પૌત્રીને મળવા નહી દેવાતા કોર્ટમાં ધા નાંખી હતી. કોર્ટના સર્ચ વોરેંટને પગલે અનાથાઆશ્રમના સંચાલકો બાળકી સાથે હાજર થયા હતા. અને બાળકીએ કોર્ટમાં કહ્યું કે, પિતા દારુ પીને ત્રાસ આપે છે.પરંતુ પોતે દાદી સાથે રહેવા માંગે છે. જેથી કોર્ટે વૃધ્ધ દાદીને તેની પૌત્રીનો કબજો સોંપતા કોર્ટ સંકુલમાં દાદી-પૌત્રીના મિલનથી લાગણી ભીના દ્રશ્યો સર્જાયા હતા.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!