ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ યે હૈ મોહબ્બતેમમાં કામ કરી ચુકેલી ચાલ્ડિ આર્ટિસ્ટ રૂહાનિકા ધવને હાલમાં જ મુંબઇમાં પોતાનું ઘર ખરીદ્યું છે. આમાં રસપ્રદ વાત તો એ છે કે, તે ફક્ત ૧૫ વરસની જ છે. તેણે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ઘરની તસવીરો શેર કરી હતી. જોકે આ ઘર તેણે મુંબઇમાં ક્યાં અને કેટલા રૂપિયામાં ખરીદ્યું છે તે જણાવ્યું નથી. રૂહાનિકાએ ફોટોઝ શેર કરવાની સાથેસાથે પોતાનો આનંદ જાહેર કરતાં એક સુંદર લખાણ પણ મુક્યું છે. તસવીરમાં રૂહાનિકા ઘરની ચાવીના ઝુડા સાથે જોવા મળી રહી છે. તેણે પોતાના ઘરની તસવીરો પણ શેર કરી છે.

રૂહાનિકાએ લખ્યું છે કે, વાહેગુરુ અને પેરન્ટના આશીર્વાદના કારણે હું તમારી સાથે કાંઇક શેર કરવા માંગુ છું. આ એક નવી શરૂઆત છે. હું બહુ જ ખુશ છું. મેં એક મારા મોટા શમણાંને પુરુ કર્યું છે. મેં મારા પૈસામાંથી મારું પોતીકું ઘર ખરીદ્યું છે. જોકે મારા પેરન્ટસની મદદ અને માર્ગદર્શન વિના હું આવું કંઇ કરી શકત નહીં. આ બાબતે હું મારી માતાનો પણ ઉલ્લેખ કરવાં માંગુ છું. તે એક એવી દેસી માતા છે, જે પાઇ-પાઇ બચાવીને તેને બમણી પણ કરી નાખે છે. ફક્ત ભગવાન જ જાણે છે કે, આ કામ તેણે કઇ રીતે પાર પાડયું છે. મને મારા પેરન્ટસ તરફથી કોઇ રોક-ટોક નથી. આ તો હજી શરૂઆત છે. મારા શમણાં તો હજી આના કરતાં પણ મોટા છે, અને તેને પૂરા કરવા માટે હું વધુ મહેનત કરીશ.

રૂહાનિકા ધવને ફિલ્મ જય હો અને ઘાયલ વન્સ અગેઇનમાં પણકામ કર્યું છે. તેણે ટીવી સીરિયલ કોમેડી નાઇટસ વિથ કપિલ, મેરે સાઇ, મિસિસ કૌશિક કી પાંચ બહુએમાં પણ કામ કર્યું છે.
READ ALSO
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?