GSTV
Home » News » સુરત અગ્નિકાંડ મુદ્દે મુખ્ય સચિવ જે.એન. સિંહની પ્રેસ કોન્ફરન્સ, કરી આ વાત..

સુરત અગ્નિકાંડ મુદ્દે મુખ્ય સચિવ જે.એન. સિંહની પ્રેસ કોન્ફરન્સ, કરી આ વાત..

સુરત અગ્નિકાંડ મુદ્દે મુખ્ય સચિવ જે.એન. સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું કે સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે 20 જેટલી મીલકતોને સીલ કરી છે. સુરતમાં ટેરેસ પર ચાલતા ટ્યૂશન ક્લાસિસને બંધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 9395 એકમોને શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સુરતની ઘટના સરકાર માટે એક લેસન છે. સરકારે રાજ્યના બધા શહેરોમાં કાર્યવાહી શરૂ કરી છે. સુરત અગ્નિકાડ મામલે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યાં છે. સુરતની ઘટના અંગે સિંહે ફાયર વિભાગનો બચાવ કરતા કહ્યું કે ફાયરની ગાડીઓ સમયસર પહોંચી ગઈ હતી. ફરિવાર આવી ઘટના ન બને તે માટે સરકાર કટિબદ્ધ છે.

સુરતના અગ્નિકાંડ અંગે રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે આ મામલે સરકારની ભૂલ સ્વીકારતા કહ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકાર કટીબદ્ધ છે. સોમવારે બાર વાગ્યે સીએમની અધ્યક્ષતા હેઠળ મહત્વની બેઠક યોજાશે. જેમાં ફાયર સેફ્ટી મુદ્દે મહત્વના નિર્ણયો લેવાશે. મુખ્ય સચિવે એમ પણ કહ્યું કે ઈમ્પેક્ટ ફીને અગ્નિકાંડ સાથે લેવાદેવા નથી. ફાયર સેફ્ટી હોવી જરૂરી છે.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

મહુવા : થોડા દિવસ પહેલા થઈ પુત્રની હત્યા, હવે પિતાએ ભર્યું આ ગંભીર પગલું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!